સાવરકુંડલા આરોગ્ય વિભાગમાં ૩૯ વર્ષ જેવી દીર્ઘકાલીન સેવા બજાવી વય મર્યાદાથી નિવૃત્ત થતાસુપરવાઈઝરને વિદાયમાન આપવામાં આવ્યું.
અમરેલી જીલ્લામાં આરોગ્ય વિભાગમાં તારીખ ૨૨-૪-૧૯૮૫ થી મહિલા નર્સ તરીકે નોકરી સ્વીકારી આરોગ્ય વિભાગમાં દીર્ઘકાલીન સેવારત રહેલાં હેલ્થ વિભાગમાં પોતાની કર્તવ્યનિષ્ઠા અને ખાતાકીય પ્રમોશનોથી સાવરકુંડલા તાલુકાના મોટાઝીંઝુડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વર્ષોથી ફ્રીમેલ હેલ્થ સુપરવાઈઝર તરીકે સેવા બજાવતા ચંદ્રિકાબેન અગ્રાવત વય મર્યાદાથી નિવૃત થતા આરોગ્ય સ્ટાફ અને ગ્રામજનો દ્વારા તેમને શ્રીફળ સાકરનો પડો અને શાલ ઓઢાડી વિદાયમાન આપવામાં આવ્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટાઝીંઝુડાના ફિમેલ હેલ્થ સુપરવાઇઝરનો નિવૃત્તિ વિદાય કાર્યક્રમ યોજાયો હતો જેમાં વય નિવૃતિથી નિવૃત્ત થતાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટા ઝીંઝુડાના ફિમેલ હેલ્થ સુપરવાઇઝર શ્રીમતી ચંદ્રિકાબેન અગ્રાવતને તાલુકા કચેરી સાવરકુંડલા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટાઝીંઝુડાના સમગ્ર સ્ટાફ અને ગ્રામજનો દ્વારા શ્રીમતી ચંદ્રિકાબેનને મોમેન્ટો અર્પણ કરી શ્રીફળ પડો આપી વિદાય નિવૃત્તિ આપવામાં આવી
આ તકે તેમણે આરોગ્ય ક્ષેત્ર કરેલી કામગીરીની સરાહના કરવામાં આવી અને તેઓનો મિલનસાર સ્વભાવ અને કામ કરવા માટેની ધગશ અને ખંત જે બધા કર્મચારીઓ માટે પ્રેરણારૂપ કામગીરીને મેડકીલ ઓફિસર મયુર પારધી દ્વારા નોંધ લઈ તેમને નમન કર્યા હતા. જિલ્લા કક્ષાના આરોગ્ય અધિકારીઓ દ્વારા પણ તેઓને વિદાય નિવૃત્તિની શુભેચ્છા પાઠવવામાં આવેલ તાલુકા મેડિકલ ઓફિસર ડોક્ટર મીના, નિવૃત ડેપ્યુટી કલકેટર ડી.એલ.રાઠોડ, નિવૃત પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી.નિમાવત, મોટાઝીંઝુડા ગામના પૂર્વ સરપંચ ભાભલુભાઈ ખુમાણ, પત્રકાર અમીતગીરી ગોસ્વામી તેમજ ગ્રામજનો દ્વારા વિદાય કાર્યક્રમનું આયોજન ખોડીયાર મંદિર મોટા ઝીંઝુડા ખાતે હાજર રહી ૩૯ વર્ષ આરોગ્ય વિભાગમાં સેવા આપ્યા બાદ વયમર્યાદાથી નિવૃત થતા હેલ્થ સુપરવાઈઝરને ભાવભરી નિવૃત્તિ વિદાયમાન આપવામાં આવ્યું હતું
Recent Comments