અમરેલી

સાવરકુંડલા આરોગ્ય વિભાગ દ્વારા ફ્રન્ટ લાઈન વર્કસ ને કોરોના વેકસીન નો ત્રીજો ડોઝ પ્રિકોશન આપવાનું ચાલુ કરવામાં આવ્યું

સાવરકુંડલા આરોગ્ય વિભાગ દ્વારા ફ્રન્ટ લાઈન વર્કસ તરીકે કામગીરી કરતા કર્મચારી ઓને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૨૫ ડિસેમ્બર ના રોજ કોરોનાં વેકસીન નો ત્રીજો ડોઝ ની જાહેરાત કરવામાં આવતા આરોગ્ય વિભાગ દ્વારા બુસ્ટર ડોઝ ની શરૂઆત કરવામાં આવતા અમરેલી જીલ્લા હોમગાર્ડ જનસંપર્ક અધિકારી અમીતગીરી ગોસ્વામી દ્વારા ત્રીજો (પ્રિકોશન) ડોઝ લેવામાં આવ્યો હતો આ તકે અમરેલી જીલ્લા ભારતીય જનતા પાર્ટી ના અગ્રણી અને સાવરકુંડલા નગરપાલિકા ના પૂર્વચેરમેન પ્રવીણભાઈ કોટીલા હાજર રહેલ અને લોકો ને કોવેકિસન અને કોવિશિલ્ડ ના બંને ડોઝ લીધા હોય અને નવ માસ નો સમય થઈ ગયો હોય તો વેકસીન નો ત્રીજો સલામતી ડોઝ અવશ્ય લેવાની અપીલ કરવામાં આવી હતી.

Related Posts