સાવરકુંડલાના જેસર રોડ ખાતે આવેલ નવનિર્માણ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પ્રિયાશી પ્લે હાઉસ અને આર.કે.પ્રાથમિક શાળામાં પ્રાથમિક વિભાગ ધોરણ ૧ થી ૭ ના વિદ્યાર્થી બાળકોની વાર્ષિક પરીક્ષા શરૂ થતા શાળાના ટ્રસ્ટી રાજેશભાઈ આસનાણી અને પ્રિન્સિપાલ કોમલબેન આસનાણી દ્વારા ભૂલકાંઓને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવ્યું હતું. આ તકે સાવરકુંડલા તાલુકા શીક્ષણાધિકારી એસ.પી.ડાંગરે શાળાના શેક્ષણિક સ્ટાફને વિદ્યાર્થી બાળકોને ભયમુક્ત રીતે પરીક્ષા આપવા સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા આ તકે શાળા શિક્ષિકા આશાબેન સહિતના શેક્ષણિક સ્ટાફે સુપરવિઝન કર્યું હતું
સાવરકુંડલા આર.કે.પ્રાથમિક શાળા અને પ્રિયાંશી પ્લે હાઉસ ખાતે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલુ થઈ.

Recent Comments