સાવરકુંડલા ઉતાવળા હનુમાનજી મંદિર ખાતે વિનામૂલ્યે આયુવેદ નિદાન, સારવાર અને આયુવેદીક દવા વિતરણ કેમ્પ યોજાયો.
સાવરકુંડલા મહાકાળી ચોક ખાતે આવેલ ઉતાવળા હનુમાન મંદિર ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામક આયુષની કચેરી ગાંધીનગ૨ પ્રેરીત અને નાયબ નિયામક રાજકોટ તથા અમરેલી જિલ્લા આયુર્વેદ અધિકારી અમરેલીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલિત ડો.હેડગેવાર સેવા સમિતિના સહયોગથી વિનામુલ્યે આયુર્વેદ નિદાન તથા સા૨વા૨ કેમ્પ યોજાયો હતો આઆયુર્વેદ નિદાન કેમ્પમા તમામ રોગો જેવાકે ચામડીના રોગો, શ્વાસ, સંધિવાત, પેટના રોગો, વૃધ્ધા વસ્થા જન્ય રોગો, સ્ત્રી રોગો, પેશાબના રોગો, બાળરોગો, ડાયાબીટીસ વગેરેનું આયુર્વેદ પધ્ધતિથી નિદાન, સારવાર કરીને વિનામુલ્યે આયુવેદીક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આકેમ્પમાં ડો.દેવેન્દ્ર ચૌહાણ મેડીકલ ઓફીસર, ડો. કે.બી.ગોંડલીયા મેડીકલ ઓફીસર ડોક્ટરોએ પોતાની સેવા આપી દર્દીઓને તપાસ્યા હતા આકેમ્પ ને સફળ બનાવવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલિત ડો.હેડગેવાર સેવા સમિતિના સભ્યોએ ભારે જહમેત ઉઠાવી હતી.
Recent Comments