સાવરકુંડલામાં કાંટા બનાવવાનો ઉદ્યોગ વર્ષોથી ચાલી રહ્યો છે અને તેમાંથી અસંખ્ય કારીગરો રોજીરોટી મેળવી રહ્યા છે. સાવરકુંડલામાં તૈયાર થતા કાંટા સમગ્ર ગુજરાત, અને ભારતના અનેક રાજ્યો તેમજ વિદેશમાં પણ મોટા પ્રમાણમાં સપ્લાય કરવામાં આવે છે. જેના દ્વારા સરકારને પણ મોટી આવક અને ફોરેન કરન્સી પ્રાપ્ત થાય છે. તેમ છતાં હજુ સુધી કાંટા ઉદ્યોગ ને સરકાર શ્રી તરફથી કોઈ મોટી યોજનાનો લાભ મળેલ નથી.
સમય જતા કાંટા ઉદ્યોગ લોખંડના ભાવ વધવાથી તેમજ ચાઇના મેઇડ હલકી ગુણવત્તાના કાંટા બજારમાં સસ્તી કિંમત એ વેચાતા હોય મૃત:પાય પરિસ્થિતિમાંથી હાલ પસાર થઈ રહ્યો છે. સરકારશ્રીની મેક ઇન ઇન્ડિયા અને વાઇબ્રન્ટ ગુજરાત જેવી યોજનાઓ દ્વારા ભારતમાં ફેલાયેલ ઉદ્યોગને પ્રોત્સાહન મળે અને ભારતમાં ખાસ કરીને ગુજરાતને તેઓ વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માંગે છે ત્યારે સાવરકુંડલાનો આ કાંટા ઉદ્યોગ જીઆઇડીસી જેવી પ્રાથમિક સુવિધાથી પણ વંચિત છે. આમ સાવરકુંડલા ઉદ્યોગ એસોસિયેશન દ્વારા ઉપરોક્ત બાબતે રજૂઆત કરી આવેદનપત્ર આપેલ છે.
Recent Comments