fbpx
અમરેલી

સાવરકુંડલા એસટી ડેપો દ્વારા બસ બંધ કરતા ખડસલીના વિદ્યાર્થીઓ પરેશાન…

સાવરકુંડલા તાલુકા ના ખડસલી ગામે સાવરકુંડલા ડેપો દ્વારા સંચાલિત મઢડા સાવરકુંડલા  દાધીયા સાવરકુંડલા જે બસો સવારે શાળા કોલેજ તેમજ આઇટીઆઇ ખાતે અભ્યાસ કરતા બાળકોને ઉપયોગી હતી જે રૂટ અન્ય સ્થળે ખસેડીને ખડસલીના બાળકો સાથે અન્યાય થઈ રહેલો હોય તેવું નજરે પડી રહ્યું છે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી સંકલનમાં પણ અવારનવાર રજૂઆત કરેલ હોવા છતાં આજદિન સુધી કોઈ પણ જૈવિક પ્રતિસાદ મળ્યો નથી તો આ બાબતે તત્કાલ યોગ્ય નિર્ણય કરી વિદ્યાર્થીની માંગણી સંતોષાય તેવી લોક માંગ ઉઠી છે અન્યથા આટલી રજૂઆત કરવા છતાં તંત્ર નિષ્ફળ નીવડે તો  વિદ્યાર્થીઓ દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે જેની સઘળી જવાબદારી જવાબદાર અધિકારીઓની રહેશે તો આ અંગે તત્કાલ વિદ્યાર્થીઓની માંગ સાવરકુંડલા બાઢડા તેમજ અમરેલી સુધી ખડસલીથી અપડાઉન કરતા હોય છે અને ખડસલી ગામના ગ્રામજનો પણ જિલ્લા મથકે દવાખાને તેમજ ઓફિસિયલ કામ હેતુસર  જતાં હોય ત્યારે બરાબર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે સિનિયર સિટીઝનોને પણ ખાસ કરીને વધારે હેરાન કરતી થતી હોય છે એમ અનિરૂધ્ધ ત્રિવેદીની એક અખબારી યાદીમાં જણાવાયું હતું. 

Follow Me:

Related Posts