સાવરકુંડલા એસ.ટી.ડેપો દ્વારા સાવરકુંડલા થી પંચમહાલ જિલ્લામાં જવા આવવા માટે તારીખ.- 17/03 થી 24/03 સુધી હોળી ધુળેટી ના તહેવાર ને અનુલક્ષીને એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે જે એસ.ટી.બસો સાવરકુંડલા થી ગોધરા, દાહોદ, ઝાલોદ, ફતેપુરા સુધી આવક જાવક કરશે સાવરકુંડલા તાલુકામાં ખેતીના મજૂરો અને અન્ય ધંધાઓમાં સંકળાયેલ પંચમહાલ અને એમ.પી. ના મજૂરો પોતાના વતન માં હોળી ધુળેટી ના તહેવાર માં સહેલાઈથી જઈ શકે અને આવી શકે તે માટે અમરેલી જીલ્લા વિભાગીય નિયામક ની સૂચના થી સાવરકુંડલા ડેપો મેનેજર વિમલ નથવાણી અને ટ્રાફીક ઇન્સ્પેક્ટર પુનિતભાઈ જોષી દ્વારા એક્સ્ટ્રા બસો માં સહેલાઈથી પોતાના વતન માં જવા આવવા માટે મુસાફરો ની સમાલતી અને અગવડતા ન પડે તેની સાવરકુંડલા એસ.ટી.ડેપો દ્વારા આયોજન કરવામાં આવ્યું તેમ સાવરકુંડલા એસ.ટી.ડેપો ના વોચમેન પ્રકાશગીરી મુનાબાપુ ની યાદી જણાવેલ સાવરકુંડલા તાલુકા ના ખેડૂતો ને પોતના મજૂરો અને ભાગીયા ઓને વતન માં આવવા જવા સાવરકુંડલા એસ.ટી.ડેપો ખાતેની એકસ્ટ્રા બસો માટે બુકિંગ કરાવી શકશે.
સાવરકુંડલા એસ.ટી.ડેપો દ્વારા હોળી ધુળેટી ના તહેવાર નિમિતે પંચમહાલ જિલ્લામાં અવર જવર માટે એક્સ્ટ્રા બસો ચાલુ કરવામાં આવશે.



















Recent Comments