fbpx
અમરેલી

સાવરકુંડલા કબીર ટેકરી આશ્રમ દ્વારા રામનવમી નીમિતે ભવ્ય લાઈવ ઝાંખી યોજાશે.

સાવરકુંડલા શહેરના દેવળા ગેઈટ ખાતે કબીર ટેકરી સેવક સમુદાય અને કબીર આશ્રમના મહંત પૂજ્ય નારાયણદાસ સાહેબ દ્વારા શહેરની મધ્યમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના અવતરણ દિવસ નિમિત્તે અયોધ્યા ખાતે નવનિર્માણ પામેલ ભવ્ય રામ મંદિર અને ભગવાન શ્રીરામ, જાનકીજી, લક્ષ્મણ અને હનુમાનજી મહારાજની આબેહૂબ લાઈવ ઝાંખી પ્રદર્શન કરવામાં આવશે.

રામનવમીનો પવિત્ર તહેવાર નજીક આવી રહ્યો છે અને સાવરકુંડલા શહેરમાં ઠેર ઠેર રામજન્મોત્સવની ઉજવણીની ભારે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે કબીર ટેકરી આશ્રમના પૂજ્ય મહંત નારણદાસ સાહેબના આશીર્વાદથી શ્રીકૃષ્ણ જન્મ મહોત્સવ સમિતિ દ્વારા આ વર્ષે રામનવમી પૂર્વ સંધ્યાએ સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમવાર રામલલ્લાની ભવ્ય લાઈવ ઝાંખીનું તારીખ ૧૬-૪ ને  મંગળવારે રાત્રે સાવરકુંડલાના દેવળા ગેઈટ ખાતે કરવામાં આવશે આ ઝાંખીમાં રામલીલાના દ્રશ્યોનું સુંદર નિરૂપણ કરવામાં આવશે તેમજ ૩૦ ફૂટ બાય ૧૬ ફૂટનું ભવ્ય રામમંદિર અને મહાઆરતી કરવામાં આવશે તો જેના દર્શન કરવા સમગ્ર અમરેલી જીલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રભરમાંથી ધર્મપ્રેમી ભાઈઓ બહેનો આ ભવ્ય ઝાંખીમાં ભાગ લેવા માટે શ્રીકૃષ્ણ જન્મ મહોત્સવ સમિતિ અને કબીર ટેકરી દ્વારા અપીલ કરવામાં આવી છે.એમ અમિતગીરી ગોસ્વામીની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts