fbpx
અમરેલી

સાવરકુંડલા કે.કે.હોસ્પિટલ માં ENT ( કાન-નાક-ગળા) ના સર્જન અને અન્ય ખાલી પડેલ જગ્યા તાત્કાલિક ભરવા માંગ કર્તા ધારાસભ્ય પ્રતાપ દુધાત

સા.કુંડલા શહેર ૧ લાખ થી વધારે વસ્તી ધરાવતું શહેર છે તેમજ ૭૭ જેટલા ગામડા ધરાવતો અતિ વિશાળ અને અમરેલી જીલ્લા નો મોટો તાલુકો છે. સાવરકુંડલા શહેર અને તાલુકાની એકમાત્ર સરકારી કે.કે.હોસ્પિટલ આવેલી છે જેમાં  કૂલ ૧૬૩ જગ્યાઓમાં થી માત્ર ૭૬ જગ્યા હોય ભરાયેલી છે અને ૮૭ જેટલી જગ્યાઓ ખાલી છે. હાલ સાવરકુંડલામાં એક પણ સરકારી કે પ્રાઇવેટ ENT(કાન-નાક-ગળા)ના સર્જન ન હોવાના કારણે સાવરકુંડલા અને તાલુકાના ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને અમરેલી કે અન્ય મોટા સીટી માં જવાની ફરજ પડતી હોય છે. તેમજ મધ્યમ અને ગરીબ દર્દી ઓને પ્રાઇવેટ હોસ્પિટલ નો ખર્ચ પરવડી શકે તેમ નાં હોય, જેમાં  સાવરકુંડલા કે.કે.હોસ્પિટલમાં ઘણા સમયથી ખાલી રહેલી મુખ્ય જગ્યાઓ તાત્કાલિક ભરવામાં આવે અને બાકીની જગ્યાઓ તબક્કાવાર ભરવામાં આવે તો સાવરકુંડલા તાલુકાની ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને આ લાભ મળી  શકે  તેમ છે. આ બાબતે સરકાર શ્રીનું ધ્યાન દોરી ને નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીશ્રીને  ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા રજૂઆત સાથે પત્ર પાઠવેલ છેAttachments area

Follow Me:

Related Posts