સાવરકુંડલા કે.કે હોસ્પિટલના ગંદકીના પ્રશ્ન નું તાત્કાલિક ના ધોરણે નિરાકરણ કરાયું
સાવરકુંડલા કે.કે હોસ્પિટલના પટાંગણમાં ગંદકી અને કચરા ના ઢગલા થઈ ગયેલ હતા જેની જાણ શહેર પ્રમુખ પ્રવીણભાઈ સાવજને થતાં શહેર ભાજપ ટિમ તેમજ નગરપાલિકા સદસ્યો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને પાલિકા પ્રમુખપતિ રાજુભાઇ દોશીને જાણ કરી બંધ થયેલ ગટરો ચાલુ કરવામાં આવી અને પાલિકાનું જે.સી.બી બોલાવી વધારાનો કચરાનો નિકાલ કરવામાં આવ્યો આ તકે શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, મહામંત્રી રાજુભાઇ નાગ્રેચા, સંદીપભાઈ ભટ્ટ, પાલિકા ના સદસ્ય મેહુલભાઈ ત્રિવેદી,કિશોરભાઈ બુહા, અશોકભાઈ ચૌહાણ,લાલભાઈ ગોહિલ, અનિલભાઈ ગોહીલ, સોહીલ શેખ, આસિફભાઈ કુરેશી, રમેશભાઈ ચૌહાણ, ધર્મેન્દ્રભાઈ મહેતા,અજયભાઈ ખુમાણ, સ્થળ પર હાજર રહ્યા હતા અને આગામી દિવસોમાં કે.કે સરકારી હોસ્પિટલમાં વૃક્ષારોપણ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે સાફ સફાઈ થઈ જતા હોસ્પિટલ અધિક્ષક હોસ્પિટલ સ્ટાફ અને આજુબાજુ ના રહીશો દ્વારા શહેર ભાજપ ટિમ, ચિફ ઓફિસર બોરડ સાહેબ, પાલીકા પ્રમુખ પતિ રાજુભાઇ દોશી તેમજ પાલિકા ના સદસ્યોનો આભાર માન્યો હતો.
Recent Comments