સાવરકુંડલા કોંગ્રેસ ના શહેર કોંગ્રેસ મંત્રી સહિત 25 થી વધારે યુવાનો એ જીલ્લા ભાજપ અધ્યક્ષ ના હાથે ભાજપ નો ખેસ ધારણ કર્યો
સાવરકુંડલા શહેર વોર્ડ નં 9 ના કોંગ્રેસ નો ગઢ ગણાતા એવા વિસ્તાર માંથી શહેર કોંગ્રેસ સમિતિના મંત્રી શ્રી રાહુલભાઈ મકવાણા સહિત 25 થી વધારે યુવાનો અમરેલી જીલ્લા ભાજપ ના અઘ્યક્ષ શ્રી રાજેશભાઇ કાબરીયા ના હાથે ભાજપ નો ખેસ ધારણ કર્યો હતો.
આ તકે અમરેલી જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ બસીયા, જિલ્લા મીડિયા સેલ કન્વીનર દિવ્યેશભાઈ વેકરિયા , જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી શરદભાઈ પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાવજ, મહામંત્રી શ્રી રાજેશભાઇ નાગ્રેચા, વિજયસિંહ વાઘેલા, અને જેની આગેવાની માં આ મિત્રો જોડાયા છે તેવા સાવરકુંડલા નગરપાલિકા શાસક પક્ષ ના નેતા શ્રી મેહુલભાઈ ત્રિવેદી સહિત તમામ હોદેદારો અને કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહી સર્વો ને આવકાર્યા હતા.
Recent Comments