અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય દ્વારા ગૂમ થયેલ તથા અપહરણ થયેલ બાળકો શોધી કાઢવા તેમજ નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી પકડી પાડી તેના વિરૂઘ્ધ ધોરણસર કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલીના ઇ.ચા. પો.સબ.ઇન્સ. આર.કે. કરમટાના માર્ગદર્શન મુજબપેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી એ.એસ.આઇ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. ધવલભાઇ મકવાણા તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયાનાઓની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે સુરેન્દ્રનગર જીલ્લાના પાણશીંણા પો.સ્ટે પોકસો એકટ ક.18 વિ. મુજબના ગુન્હાના કામે અટક કરવાના બાકી આરોપી રમેશભાઇ કઠેચીયાને ભોગ બનનાર સાથે સાવરકુંડલા ખાતેથી શોધી કાઢેલ
સાવરકુંડલા ખાતેથી સુરેન્દ્રનગર જિલ્લાના અપહરણ તથા પોકસોના ગુન્હાના આરોપીની અટકાયત

Recent Comments