fbpx
અમરેલી

સાવરકુંડલા ખાતે આજરોજ ડો. ભીમરાવ આંબેડકરજીની ૧૩૨ મી જન્મજયંતિ નિમિત્તે રેલી યોજાઈ 

મહામાનવ વિશ્વ વિભૂતિ, આધુનિક ભારતના બંધારણના ઘડવૈયા, દેશના પહેલાં કાયદા મંત્રી, સ્ત્રીઓની આઝાદીના મુક્તિદાતા,બોધ્ધી સત્વ, ભારતરત્ન, સિમ્બોલ ઓફ નોલેજ, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના પથદશૅક ‘યુગપુરુષ’ ડો.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની ૧૩૨ મી જન્મજયંતિ નિમિત્તે  સાવરકુંડલાની  જનતા દ્વારા હાથસણી રોડ ડો.બાબાસાહેબ આંબેડકર ચોક પાસેથી નાવલી પોલીસ ચોકી સુધીની રેલી તેમજ નાવલી પોલીસ ચોકી પાસે ડો.બાબાસાહેબ આંબેડકરજીના સ્ટેચ્યુને ફુલ અર્પણ કરી હર્ષની લાગણી સાથે ખૂબ ધુમધામથી જન્મદિનની ઉજવણી કરવામાં આવી તેવું જીતેન્દ્ર મહિડાએ અખબારી યાદીમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts