સાવરકુંડલા ખાતે આવેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે ગ્રાહક સુરક્ષા સપ્તાહ અંતર્ગત ગ્રાહક સુરક્ષા સંબંધિત તેમજ સાવરકુંડલા તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા સંયુક્ત સેમિનાર યોજાયો.
આજ રોજ તા. ૨૨/૧૨/૨૦૨૩ ના રોજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા સાવરકુંડલા ખાતે ગ્રાહક સુરક્ષા મંડળ,સાવરકુંડલા અને તાલુકા કાનૂની સેવા સમિતિ સાવરકુંડલાના ઉપક્રમે તાલીમાર્થીઓ તેમજ કર્મચારી ગણમાં ગ્રાહક સુરક્ષાને લગતા મુદ્દાઓ તેમજ કાનૂની સેવાઓની માહિતી અન્વયે સેમીનાર યોજાયેલ જેમાં ગ્રાહક સુરક્ષા મંડળ,સાવરકુંડલા તરફથી પ્રમુખ રમેશભાઈ હિરાણી , સભ્ય બીપીનભાઈ પાંધી તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિના કર્મચારી શિવરાજસિંહ ટાંક દ્વારા ગ્રાહક સુરક્ષા તેમજ કાનૂની સેવાઓને લગતી જાણકારી તાલીમાર્થીઓને આપવામાં આવેલ જે આચાર્યશ્રી ઔદ્યોગિક તાલીમ સંસ્થા સાવરકુંડલાની યાદીમાં જણાવવામાં આવેલ છે.
Recent Comments