અમરેલી

સાવરકુંડલા ખાતે આવેલ માનવમંદિરે કરશનભાઈ ડોબરીયાના મિત્રવર્ગની શુભેચ્છા મુલાકાત. આશ્રમની સેવાકીય પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ નિહાળી ખૂબ પ્રભાવિત થયા. 

સાવરકુંડલાના કરશનભાઈ ડોબરીયા એટલે મોટા હૈયાનો માનવી.. એમાં કંઈ ન ઘટે.. અને એમાં કરશનભાઈના મિત્રો એટલે પછી પૂછવું જ શું? આમ તો કરશનભાઈ ખુદ માનવમંદિરની સેવાકીય પ્રવૃત્તિઓથી ખૂબ પ્રભાવિત હોય વળી માનવમંદિરના એક અગ્રગણ્ય સેવકગણમાં જેની ગણના થતી હોય. માનવમંદિરના પૂ. ભક્તિરામ બાપુના જેને આશીર્વાદ પ્રાપ્ત હોય એવા કરશનભાઈ ડોબરીયા અવારનવાર મિત્રો, સ્નેહીઓ સાથે આ માનવમંદિર આશ્રમની મુલાકાતે આવતાં હોય છે

એવામાં સાવરકુંડલા માનવ મંદિર ખાતે કરશનભાઈ ડોબરીયાના મહેમાન- અમદાવાદના બિલ્ડર સુરેશભાઈ માલાણી તેમજ અલ્પેશભાઈ હિરપરા પરિવાર સાથે માનવ મંદિરની મુલાકાતે આવ્યા અને માનવ મંદિરની બહેનોને કટલેરી વિતરણ કર્યું તેમજ સુરેશભાઈ માલાણીએ આખા દિવસનું ભોજન પ્રસાદના રૂપિયા ૧૧૦૦૦  ભેટ તરીકે અર્પણ કર્યા. આમ કરશનભાઈ તો આ આશ્રમની સેવા માટે પ્રતિબદ્ધ છે પરંતુ તેના મિત્રવર્ગ પણ તેની રાહને અનુસરતાં જોવા મળે છે.

Related Posts