સાવરકુંડલા ખાતે આવેલ શ્રી ઉતાવળા હનુમાન મંદિર ખાતે આર્યુવેદિક નિદાન સારવાર કેમ્પ યોજાયો.
આજ તા.૧૭/૧/૨૪ ને બુધવારના રોજ નિયામક શ્રી-આયુષની કચેરી ,ગુજરાત રાજ્ય તથા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી-અમરેલીના માર્ગદર્શન અંતર્ગત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલિતડો. હેડગેવાર સમિતિના સહયોગથી શ્રી ઉતાવળા હનુમાન મંદિર, સાવરકુંડલા ખાતે સ.આ.દ. ઘોબા દ્વારા સર્વરોગ આયુર્વેદ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.આ નિદાન કેમ્પમાં સારવાર સાથે હાજર તમામ લોકોને દિનચર્યા તથા ઋતુચર્યાનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું.આ નિદાન કેમ્પની મહેશભાઈ કસવાળા માનનીય ધારાસભ્ય સાવરકુંડલા દ્વારા શુભેચ્છા મુલાકાત લઈ સા.કુંડલા તાલુકા તથા શહેરમાં આયુર્વેદ શાખા,અમરેલી દ્વારા થતી કામગીરીને બિરદાવવામા આવી. આ નિદાન કેમ્પમાં મે.ઓ., સ.આ.દ., ઘોબા, મે. ઓ., સ.આ.દ., ખડકાળાએ સેવા આપી હતી…..
Recent Comments