fbpx
અમરેલી

સાવરકુંડલા ખાતે આવેલ હરિપ્રબોધન સત્સંગ મંડળના સત્સંગીઓને ગ્રાહક સુરક્ષા સંબંધિત વિશદ સમજણ આપવા ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો.

વિશ્ર્વ ગ્રાહક સપ્તાહની ઉજવણી અંતર્ગત ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા તારીખ ૧૯-૩-૨૪ ના રોજ હરિપ્રબોધન સત્સંગ મંડળના સત્સંગીઓને ગ્રાહક સુરક્ષા સંબંધિત વિશદ સમજણ આપવામાં આવી હતી. સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના રવિભાઈ મહેતા અને પ્રણવભાઈ જોષી દ્વારા સહજાનંદ નગર ખાતે આવેલ લાલાભાઇ સાપરાના ઘરે યોજાયેલ સત્સંગ સભામાં રાત્રિના ૯ થી ૧૦ દરમિયાન ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા આ ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો હતો. કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત તમામ સત્સંગીઓને ગ્રાહક સુરક્ષા સંબંધિત માહિતી દર્શાવતી પત્રિકાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આમ તો આ સત્સંગ સભા હોય સત્સંગની પ્રણાલી મુજબ પ્રસાદ વિતરણ પણ કરવામાં આવે. આ પ્રસાદ વિતરણના યશભાગી દાતા  રમેશભાઈ હીરાણી રહ્યા હતાં

Follow Me:

Related Posts