fbpx
અમરેલી

સાવરકુંડલા ખાતે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા પ્રાથમિક સારવારની તાલીમ યોજાશે

સાવરકુંડલા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા પ્રાથમિક સારવાર તાલીમ (ફર્સ્ટ એઇડ) ના વર્ગો શરૂ કરવામાં આવશે. આ તાલીમ વર્ગમાં પ્રાથમિક સારવાર વિશેનો ખ્યાલ તથા ઈમરજન્સીના સમયે અન્ય લોકોને મદદરૂપ થવા માટે સારવાર મળી રહે તે માટે તાલીમ વર્ગો યોજાશે.

      ઇન્ડિયન મેડીકલ એસોસિએશન તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલા દ્વારા વધુમાં વધુ યુવાનો અને યુવતીઓ પ્રાથમિક સારવાર (ફર્સ્ટ એઈડ) તાલીમ લઈ કુદરતી અને માનવ સર્જીત આપત્તિઓ, અકસ્માતો તથા ઈમરજન્સી સેવાઓમાં ઘાયલો અને અસરગ્રસ્તોને તાત્કાલિક સ્થળ ઉપર જ સારવાર મળી રહે તે માટે તાલિમ વર્ગો શરૂ કરવામાં આવશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસ.ટી.માં ડ્રાયવર, કન્ડક્ટરો તથા હેલ્પરોની ભરતીમાં વગેરે જગ્યા માટે પ્રાથમિક સારવારની તાલીમ સરકાર ફરજીયાત માંગે છે ત્યારે વિધાર્થીઓને નોકરી અને જોબમાં પણ પ્રાથમિક સારવાર (ફર્સ્ટ એઈડ) તાલીમ મહત્વની છે. આ તાલીમમાં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી નાં ડો.જે.બી.વડેરા, ડો.જે.એસ.પીપલીયા, મેહુલભાઈ વ્યાસ વગેરે દ્વારા તાલીમાર્થીઓને તાલીમ અપાશે..

Follow Me:

Related Posts