સાવરકુંડલા ખાતે એક નવા વિચારનું બિજાંકૂર ફૂટયું.. નવા વિચાર નવી સમજ સાથે વિદ્યા ઉપાસના માટેના પ્રેરક સ્ત્રોત સમાન લાયબ્રેરીનો શુભારંભ થયો.
સાવરકુંડલાને સુવર્ણકુંડલામાં પરિવર્તિત કરવાની નેમ ધરાવતાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળા તથા સંતો તેમજ ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે શુભારંભ.. સાફલ્ય એજ્યુકેર ઇન્સ્ટિટયૂટ એન્ડ લાઇબ્રેરીનો સાવરકુંડલા ખાતે શુભારંભ થયો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, કબીર ટેકરીના મહંત શ્રી નારણદાસબાપુ , પૂજ્ય ભક્તિરામબાપુ, પૂજ્ય નાગજીબાપુ નાની ધારી, પ્રોફેસર શૈલેષભાઈ રવીયા, પીએસઆઇ જયપ્રકાશ કટાયા વગેરે મહાનુભાવોના શુભ હસ્તે શુભારંભ થયો. આ લાઇબ્રેરીના ઓનર દેવર્ષિભાઈ બોરીસાગર, અજયભાઈ આહીર , કરણભાઈ બોરીચાએ ઉપસ્થિત તમામ મહેમાનોને આવકારી ભાવભર્યો આદર સત્કાર કર્યો હતો…
Recent Comments