અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ ઘ્વારા સંગઠન વિસ્તૃતિકરણના હેતુથી સાવરકુંડલા ખાતે તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતીની મીટીંગનું આયોજનકરવામાં આવેલ હતું. આ મીટીંગમાં સાવરકુંડલા તાલુકા અને શહેર કોંગેસ સમિતિની કારોબારીની રચના કરવા અને કોંગ્રેસ પક્ષના તમામ સેલ ફ્રન્ટલનાં હોદાઓની નિમણૂંક બાબત કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે જિલ્લા પ્રમુખ ડી.કે. રૈયાણીએ વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હાજર કોંગ્રેસ અગ્રણીઓનાં મંતવ્ય અને અભિપ્રાય મેળવ્યા હતા અને પ્રદેશ કોંગ્રેસ ઘ્વારા આપવામાં આવેલ “કોવિડ ન્યાય યાત્રા” કાર્યક્રમની વિસ્તૃત સમજ આપી, કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ મૃતકોને રૂા. 4 લાખની સહાય માટે માંગણી કરવા કોંગ્રેસનાં કાર્યકરોને મદદરૂપ થવા જણાવ્યું હતું.
આ મીટીંગમાં તાજેતરમાં યોજાયેલ સાવરકુંડલા નાગરિક બેંકનાં નવનિયુકત ડિરેકટરોનું શાલ અને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવેલ હતું. કોંગ્રેસનાં દરેક પાયાનાં કાર્યકરોએ આ તકે કોઈપણ જાતના રાગદ્રેષ વિના એકસંપ થઈ ભાજપ સામે લડવા માટે જિલ્લા સમિતિ ઘ્વારા જે કોઈ નિમણૂંકો કરવામાં આવશે તે સર્વમાન્ય રહેશે એવી ઈચ્છા જિલ્લા પ્રમુખ સમક્ષ વર્ણવી હતી. આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણીએ કોંગ્રેસ પક્ષનાં સક્રીય અને વફાદાર કાર્યકર્તાઓને જ જવાબદારીઓ સોંપવામાં આવશે તેમ જણાવેલ હતું.
આજના કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ ડી.કે. રૈયાણી, પ્રદેશ મંત્રી ચંદ્રેશભાઈરવાણી, બાબુદાદા પાટીદાર, પ્રદેશ મહિલા કોંગ્રેસ મહામંત્રી હંસાબેન જોષી, જિલ્લા મહામંત્રી જનકભાઈ પંડયા, અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનિષભાઈ ભંડેરી, અનુ.જાતિ મોરચા પ્રમુખ હસુભાઈ બગડા, જિલ્લા કિસાન સેલના સત્યમભાઈ મકાણી, ઓબીસી સેલનાં રમેશભાઈ ગોહિલ, અમરેલી તાલુકા કોંગ્રેસ મહામંત્રી વિપુલભાઈ પોંકિયા, જિલ્લા પંચાયતનાં પૂર્વ સદસ્ય હાર્દિકભાઈ કાનાણી, ભરતભાઈ ગીડા, વલ્લભભાઈ ઝીંઝુવાડિયા, દાનુભાઈ ખુમાણ, ભૌતિક સુહાગીયા, ઈકબાલભાઈ ગોરી સહિતનાં અગ્રણીઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહૃાા હતા.
Recent Comments