સાવરકુંડલા ખાતે કોંગ્રેસ દ્વારા ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલનનો પ્રારંભ થતાં ખેડૂતોના વણક્હ્યા દર્દને વાચા આપવા ખેતી બચાવો સત્યાગ્રહ નામના એ હથિયારને હવે સંપૂર્ણ સજજ કરતા જોવા મળેલ
આમ ગણીએ તો ભારત એ કૃષિ પ્રધાન દેશ છે અને આવી પરિસ્થિતિમાં વાવાઝોડા, કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જેવા કુદરતી કહેરથી સંરક્ષણ આપવા માટે સરકારશ્રીએ કોઈ ઠોસ પોલિસી અપનાવી રહી. ખેડૂતોના આ દર્દને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા સાવરકુંડલા તેમજ અમરેલીના પૂર્વ ધારાસભ્યો પ્રતાપ દુધાત અને પરેશ ધાનાણીએ આ મોરચો સંભાળ્યો છે. ખેડૂતોને મળી તેમના દર્દ તકલીફ જાણી પંદરેક જેટલા મુદ્દા પર સરકારે ગંભીરતાથી વિચાર કરવાની વાત પણ તેમણે આ પ્લેટફોર્મ પરથી કરેલ છે. આમ બ્યૂગલ ફૂંકાયું છે. શંખનાદ અને ભેદી દુદુંભીના સૂર સાંભળાતાં જોવા મળે છે. હજુ પણ સમય છે. સરકારશ્રી આ મુદ્દે ગંભીરતાથી કોઈ નક્કર નિર્ણય લે અને ખેડૂતોની વ્યથાને સમજી તેમની ભેરે આવે.. ચિંતા કરો નહિ અમે તમારી સાથે છીએ એ વાતને સમર્થન આપી આ નવજાગરણ અભિયાન સંદર્ભે કોઈ સકારાત્મક અને પરિણાત્મક નિર્ણય લે તે સમયની માંગ પણ છે.. સાથે સાથે વિકાસની વાતોને સમર્થન આપવા માટે પણ આપણી કૃષિ નીતિ કિસાનોના કલ્યાણ માટે બને તો સોનામાં સુગંધ ભળે. બાકી સિર્ફ હંગામા કરના મેરા મકસદ નહીં મેરી કોશિશ હૈ યે સૂરત બદલની ચાહિયે આ સૂત્રને આત્મસાત કરીને જગતનો તાત આમ લાચાર, બેબસ અને ચિંતિત ન રહે તે માટે મનોમંથન કરીને જરૂરી હોય તે તમામ કોશિશ કરીને જગતના તાતને હમ હૈં ના.. નો સધિયારો આપીને એક નવયુગનું નવનિર્માણ કરીએ. જેમાં ખેડૂતોએ પોતાની વ્યથા વ્યક્ત કરવા માટે કોઈ મંચની આવશ્યકતા ન રહે.
–બિપીનભાઈ પાંધી, હર્ષદભાઈ જોશી.


















Recent Comments