fbpx
અમરેલી

સાવરકુંડલા ખાતે ચાલતી નિશુલ્ક ટીફીન સેવાની પ્રવૃતિની સુવાસ શ્રી નિર્મળ  સાહેબ ટિફીન સેવા 

તપસ્વી શ્રી રામપ્રતાપ સાહેબ ગુરૂ ૧૦૮ મહંતશ્રી બિહારી સાહેબના આશીર્વાદથી શ્રી નિર્મળ સાહેબ ટિફીન સેવાની શરૂઆત માર્ચ-૨૦૦૯માં કરવામાં આવી હતી. શ્રી નિર્મળ સાહેબ ટિફીન સેવાનો પ્રારંભ કરવાનો હેતુ સમાજના પ્રત્યેક વર્ગના નિઃસહાય લોકો કે જે અશકત અને બિમાર છે જેના પરિવારના સભ્યો કે સંતાનો સાચવતા નથી જે વૃધ્ધ, નિઃસંતાન હોય એવા પરિવારને બે સમયનું ભોજન બનાવી શકતા નથી તેવા નિઃસહાય લોકોને શુધ્ધ, સાત્વિક ભોજન કબીર ટેકરીના સેવકગણ દ્વારા બનાવીને આપવામાં આવે છે. અને નિઃસહાય લોકોને ઘેર-ઘેર જઈ બન્ને સમયનું ભોજન પહોંચાડવામાં આવે છે જેથી નિઃસહાય લોકો સ્વમાનભેર ભોજન આરોગી આનંદનો ઓડકાર લે છે. શ્રી નિર્મળ સાહેબ હંમેશા નિઃસહાય લોકોને  ભોજન આપીને ભોજન આરોગતાં તેમના નામેથી શરૂ કરવામાં આવેલ શ્રી નિર્મળ સાહેબ ટિફિન સેવાનો પ્રારંભ કરવામાં આવેલ ત્યારે સામાન્ય લોકો માટે અશકય લાગતું હતું પરંતુ શ્રી નારાયણ સાહેબની સખત મહેનત અને અથાક પરૂષાર્યના કારણે આજે શ્રીનિમંળ સાહેબ ટિફિન સેવાનું સુપેરે સંચાલન થઈ રહયું છે. શ્રી નિર્મળ સેવા ટિફિન સેવા ‘સાગર સાહેબ’ દ્વારા મોપેડ દ્વારા ઘેર ઘેર ભોજન પહોંચાડવામાં આવતું પણ આજે કબીર ટેકરીની અદભૂત સેવાથી પ્રભાવિત થઈ શ્રી લુહાર સમાજ દ્વારા વાન ભેટ આપવામાં આવી છે જેના દ્વારા ઘેર-ઘેર, ૨૫૦–૩૦૦ જગ્યાઓએ ટિફિન પહોંચાડવાની વ્યવસ્થાનું કામ સુંદર રીતે થઈ રહયું છે. શ્રી સુરેશભાઈ પાનસુરીયા (સમજુબા જેમ્સ)હારા ટીફીન સેવા માટે ઇંકોવાન ભેંટમાં આપવામાં આવી છે. કોરોના મહામારી સમયે શ્રી નિર્મળ સાહેબ ટિફિન સેવાના માધ્યમથી ૨૦૦૦ ટિફીન આપવામાં આવતા. આ ઉપરાંત તોકતે વાવાઝોડામાં ઘરવિહોણા અને બિમાર ૧૨૦૦ લોકોને રહેવાની અને જમવાની વ્યવસ્થા તથા ૪૦૦ લોકોને રાશન કીટ પુરી પાડેલ. આ તમામ વ્યવસ્થાઓ શ્રી નારાયણ સાહેબ દ્વારા કરવામાં આવે છે. કબીર ટેકરી જેવી ધાર્મિક સંસ્થાઓ સમાજ માટે આશીર્વાદ રૂપી દિવડાંનું કામ કરી રહી છે. પ્રસ્તુતિ મનીષભાઈ બી. વિંઝુડા, સાવરકુંડલા

Follow Me:

Related Posts