અમરેલી

સાવરકુંડલા ખાતે જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી- અમરેલી દ્વારા ધોરણ ૧૦ તથા ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ માટે મોટીવેશનલ સેમીનાર યોજાયો

ડી.વાય.એસ.પી. એચ.બી.વોરા સાહેબની અધ્યક્ષતામાં તા. ૨૪/૨/૨૦૨૩, શુક્રવાર ના રોજ સવારે ૧૧ઃ૦૦ કલાકે સાવરકુંડલા તાલુકાના ધોરણ-૧૦ અને ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઇઓ-બહેનો માટે જે.વી. મોદી હાઈસ્કૂલના કોમ્યુનિટી હોલ ખાતે આગામી બોર્ડની પરીક્ષા માટે પ્રેરણાદાયી સેમિનારનુું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો હાજર રહી શ્રી એચ.બી. વોરા સાહેબ દ્વારા આપવામાં આવેલ સોનેરી સલાહ નો લાભ મેળવ્યો હતો. 

 વિદ્યાર્થીઓને પરીક્ષાનો ભય રાખ્યા વિના આત્મવિશ્વાસ રાખી પરીક્ષા આપવા પ્રોત્સાહિત કરેલ. દરેક વિષય ના પેપર ખુબ જ ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે નિર્ભિકપણે આપવા વિશે સંબોધન કરેલ. તેમજ સાહેબશ્રી તેવું પણ કહેલ કે, વિદ્યાર્થીઓને કોઇપણ પ્રકારની મુશ્કેલી પડતી હોય કે કંઇપણ કામકાજ હોય તો વિના સંકોચે રૂબરૂ સંપર્ક કરી શકે છે. 

 ત્યારબાદ સાહેબશ્રીએ પોતાના સુવર્ણ વિદ્યાર્થીકાળ દરમ્યાનના યાદગાર સંસ્મરણોની વિદ્યાર્થીઓ સાથે મુક્ત મને ચર્ચા કરેલ. અને કઇ રીતે આગળ વધી શકાય તેમજ શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર કેવી રીતે કરી શકાય તે બાબતે વિદ્યાર્થીઓને સંપૂર્ણ માર્ગદર્શન આપેલ.

 આ કાર્યક્રમમાં ડી.વાય.એસ.પી. શ્રી એચ.બી.વોરા સાહેબ સાથે, શ્રી એસ.એમ સોની સાહેબ (પી.આઈ. ટાઉન), શ્રી આર. એલ. રાઠોડ સાહેબ (પી.એસ.આઇ. ટાઉન), શ્રી ગઢવી સાહેબ (પી.એસ.આઇ. ટાઉન) , શ્રી મોરી સાહેબ (પી.એસ.આઇ. રૂરલ) તેમજ પોલીસ સ્ટાફમાં શ્રી મહેશભાઈ જી. ભટ્ટ, શ્રી ભરતભાઈ ડાભી, શ્રી કિરણબેન બોરીચા, શ્રી સુરેશભાઈ મકવાણા ઉપસ્થિત રહયા હતા.

Related Posts