સાવરકુંડલા ખાતે દિવાળી ના પાવન પર્વે ભગવાન મહાવીર સ્વામીના અનુયાયી માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર દ્વારા જરૂરિયાતમંદો માટે એક અનોખી પહેલ કરવામાં આવી. ખેતાણી પરિવારે જરૂરિયાતમંદોને જીવન જરૂરિયાત નુ કરિયાણું તેમજ મીઠાઈઓ ની કીટનું વિતરણ કરીને દિવાળીની ઉજવણીમાં મીઠાશ ઉમેરી છે.આ ખેતાણી પરિવાર દ્વારા છેલ્લા ૭ વર્ષથી સમાજસેવાના ક્ષેત્રે સક્રિય રહેલા આ પરિવારે બ્લડ ડોનેશન કેમ્પ, વિનામૂલ્યે છાશ કેન્દ્ર, ગરમ કપડાનું વિતરણ, કરિયાણાની કીટ, શિક્ષણ, મેડિકલ અને આરોગ્ય જેવી અનેક સેવાઓ સાવરકુંડલામાં પૂરી પાડે છે. હાલમાં દિવાળી નિમિત્તે મહાકાળી ચોક ખાતે આયોજિત મીઠાઈ તેમજ કરિયાણાની કીટ ના કાર્યક્રમમાં જરૂરિયાતમંદ પરિવારોને જીવન જરૂરિયાતની વસ્તુઓની વિના મૂલ્ય કીટનું વિતરણ કરવામાં આવ્યું.
ખાસ કરીને, વિના મૂલ્ય ચાલતા છાશ કેન્દ્રમાં આવતા ૧૮૦૦ પરિવારોને આ સહાય ખૂબ જ ઉપયોગી થઈ હતી. છેલ્લા ૭ વર્ષથી સાવરકુંડલા શહેરના ૧૮૦૦થી વધુ પરિવારોને વિના મૂલ્ય છાશનું વિતરણ કરવામાં આવે છે. ગાયત્રી મંદિર, જલારામ મંદિર અને અન્ય સ્થળોએ નિયમિત ચાલતા આ છાશ કેન્દ્રો ખેતાણી પરિવારના સેવાકાર્ય નું પ્રતીક છે. દિવાળી પર્વ પર આ જરૂરિયાતમંદોને રાશન કીટનું વિતરણ કરીને ખેતાણી પરિવારે માનવસેવા મહાયજ્ઞ છેલ્લા સાત વર્ષથી આરંભ્યું છે. પરિવારના સભ્યોએ નિસ્વાર્થ ભાવે આ સેવા કાર્ય કરીને સમાજમાં પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ પ્રસંગે સાવરકુંડલા લીલીયા વિધાનસભા લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલા જણાવ્યું હતું કે, ‘સેવા કરવી એ જ સૌથી મોટો ધર્મ છે. ભગવાન મહાવીરના આદર્શોને અનુસરીને ખેતાણી પરિવાર સમાજ સેવાના કાર્યો કરે છે ‘ખેતાણી પરિવારનું આ સેવાકાર્ય સમાજ માટે પ્રેરણાદાયી છે. આવા સેવાભાવી કાર્ય થી સમાજમાં સહકાર અને એકતા વધે છે. આપણે પણ આવા સેવાકાર્યમાં ભાગ લઈને સમાજનું ભલું કરી શકીએ છીએ. નાની મોટી સેવાઓ કરીને આપણે પણ કોઈના જીવનમાં ખુશીઓ ફેલાવી શકીએ છીએ.
સાવરકુંડલાના ખેતાણી પરિવારનું આ સેવાકાર્ય સમાજ માટે પ્રેરણાદાયી છે. આવા સેવાકાર્ય થી સમાજમાં સહકાર અને એકતા વધે છે. આપણે પણ આવા સેવાકાર્યમાં ભાગ લઈને સમાજનું ભલું કરી શકીએ છીએ. આ સેવાના સેવા સારથી પ્રદીપભાઈ દોશી, જયંતીભાઈ વાટલીયા, મુકેશભાઈ ત્રિવેદી, પિયુષભાઈ મશરૂ, વિદુલાબેન સૂચક કમલેશભાઈ રાનેરા તેમજ સતિષભાઈ પાંડે, નંદલાલભાઈ સાદીયા પોતાની સેવા આપીને આનંદની લાગણી અનુભવી હતી.
Recent Comments