તારીખ 10 સપ્ટેમ્બર ના રોજ સોશિયલ જસ્ટિસ ફાઉન્ડેશન, મુંબઈ દ્વારા સ્વ.માવજીભાઈ મારૂ અને સ્વ. વિનોદરાય પરમાર ના સ્મરણાર્થે હર વર્ષની જેમ આ વર્ષે પણ સાવરકુંડલા ખાતે મહિલા સશક્તિકરણના માટે બહેનો, દીકરીઓ પગભર થાય અને પરિવારમાં આર્થિક સહયોગ માટે સન્માન સાથે આત્મનિર્ભર બની મદદ કરી શકે તેવા ઉદ્દેશ્યથી બહેનો માટે બ્યુટી પાર્લરનો સંપૂર્ણ બ્યુટીશિયન કોર્સ નું આયોજન કરવામાં આવેલ હતું. આ આયોજન સાવરકુંડલા સ્થિત ભવાની બ્યુટી પાર્લરના ઉષાબેન કાલાવડીયા અને અંજલી બ્યુટી પાર્લરના રેખાબેન વેકરીયા તેમજ ધારી ખાતે હેતુ બ્યુટી પાર્લરના હેતલબેન દાફડા દ્વારા આશરે 70 બહેનોને બ્યુટી પાર્લરનો કોર્સ પૂર્ણ કરી આત્મસન્માન થી રોજગાર મેળવી શકે તે આશય સિદ્ધ કર્યો હતો, આ કોર્સના અંતે સાવરકુંડલા આરંભ ગરબા ક્લાસ કપોળ મહાજન વાડી ખાતે કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ભવ્ય સન્માન સમારોહ ઉજવવામાં આવ્યો હતો, જેમાં બ્યુટી પાર્લરના કોર્સમાં ભાગ લીધેલ બહેનોને પ્રમાણપત્ર વિતરણ કરી અને સાથે કોસ્મેટીક બ્યુટી પાર્લર સ્ટાર્ટઅપ કીટ આપવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં બ્યુટી પાર્લર ક્લાસ ની બહેનો દ્વારા કથક નૃત્ય તેમજ આરંભ ગરબા ગ્રુપ દ્વારા ગરબા રાસ નું પરફોર્મન્સ કરવામાં આવેલું હતું અને બહેનો સાથે ગ્રુપ ગરબા રાસ રમવા આવેલ હતા તેમજ સારંગ ઉપાધ્યાય અને એના ગ્રુપ દ્વારા કરાઓકે મ્યુઝિક પર ગીતોની રમઝટ કરવામાં આવી હતી જેમાં સારંગભાઈ ઉપાધ્યાય, અરુણભાઈ ગઢીયા, પિયુષભાઈ જોશી, અને મુંજાલભાઈ દેસાઈ સહિતની ટીમ સાથે મુંબઈથી પધારેલ નીતિનભાઈ પરમાર અને પ્રવીણભાઈ મારુ દ્વારા પણ ગીતો ગાઈ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત સોશિયલ જસ્ટિસ ફાઉન્ડેશન મુંબઈથી પ્રમુખ નીતિનભાઈ પરમાર, કો-ઓર્ડીનેટર પ્રવીણભાઈ મારૂ, મુંબઈના સામાજિક કાર્યકર અને ફિલ્મ પ્રોડ્યુસર કાંતિલાલ મકવાણા, અનિલભાઈ કોળી, અમદાવાદથી ચંદ્રિકાબેન મકવાણા, સોશિયલ જસ્ટિસ ફાઉન્ડેશન અમરેલી જિલ્લા કો-ઓર્ડીનેટર ઉર્મિલાબેન વિજયભાઈ ગોહિલ, સોશિયલ જસ્ટિસ ફાઉન્ડેશન અમરેલી જિલ્લા પ્રમુખ લલિત ભાઈ મારૂ, રક્ષાબેન વિજયભાઈ રાઠોડ તેમજ અજયભાઈ કાલાવડીયા, દિલીપભાઈ વેકરીયા, રાહુલભાઈ દાફડા, અનિલભાઇ જાદવ, ગોવિંદભાઈ મારૂ, ક્રિશ મારૂ, હર્ષવર્ધન રાઠોડ, પાર્થ કાલાવડીયા, વિશ્વ હિન્દુ પરિષદના યશોધરા બેન પંડ્યા, સૌરાષ્ટ્ર ઝોન ના હંસાબેન જાડેજા તેમજ નામી અનામી એવા ઘણા મહાનુભાવો ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments