fbpx
અમરેલી

સાવરકુંડલા ખાતે દેવળા ગેઇટ ચોક પાસે આવેલ શ્રી કૃષ્ણ ગૌશાળા ખાતે દાતાશ્રીના સંપૂર્ણ સહયોગથી સોલાર ઊર્જા પ્લાન્ટનું લોકાર્પણ નામકરણ તથા તક્તી અનાવરણ કાર્યક્રમ યોજાશે.

મૂળ સાવરકુંડલાના હાલ અમેરિકા વસતાં શ્રી જશવંતભાઈ રતિલાલ દોશી દ્વારા અહીં સાવરકુંડલાના દેવળા ગેઇટ ખાતે આવેલ શ્રી કૃષ્ણ ગૌશાળાને સોલાર ઊર્જા પ્લાન્ટ માટે માતબર દાન આપી આ સંસ્થાની લુલી લંગડી અંધ બિમાર ગાયો માટે વીજળીના બિલથી રાહતની સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવેલ.આ સોલાર પ્લાન્ટનું લોકાર્પણ, નામકરણ અને તક્તી અનાવરણ આ સોલાર પ્લાન્ટના દાતાશ્રી જશવંતભાઈ રતિલાલ દોશી ( રતિલાલ રામચંદ દોશી પરિવાર) દ્વારા કરવામાં આવશે. આ પ્રસંગે યોજાયેલ લોકાર્પણ કાર્યક્રમના પ્રમુખ સ્થાને અમરેલી જિલ્લાનાં સાંસદ નારણભાઈ કાછડિયાના પ્રમુખ સ્થાને અતિથી વિશેષ તરીકે ડો.દીપકભાઈ શેઠ,જયેશભાઈ માટલીયા અને કિરણ મગિયાની ઉપસ્થિતિમાં દેવળા ગેઇટ ખાતે આવેલ શ્રી કૃષ્ણ ગૌશાળા ખાતે તારીખ ૨૨ ફેબ્રુઆરી બપૈરે ૩-૩૦ ના રોજ યોજાનાર છે..

આ પાવન પ્રસંગે પૂ. ભક્તિરામબાપુ માનવ મંદિર,પૂ. હસુબાપુ (કાનજી બાપુની જગ્યા, સાવરકુંડલા) પૂ. મહેશદાસજી બાપુ (બોઘરીયાણી ખોડિયાર સાવરકુંડલા), પૂ. જ્યોતિમૈયા (સનાતન આશ્રમ, બાઢડા) ની પ્રેરક ઉપસ્થિતિના આશીર્વાદ તથા શહેરના અનેક ગણમાન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. શૈલષભાઈ રવૈયા દ્વારા તેમની આગવી છટાથી કરવામાં આવશે. શક્ય હોય તો આવા પ્રેરણાદાયી વાતાવરણ ઉપસ્થિત રહીને પ્રસંગની શોભામાં અભિવૃદ્ધિ કરવા પધારવા શ્રી કૃષ્ણ ગૌશાળાના પ્રમુખ રાજુભાઇ બોરીસાગરની એક યાદીમાં જણાવ્યું હતું.આપને જણાવી દઈએ કે આ શ્રી કૃષ્ણ ગૌશાળા છેલ્લા પચીસ વર્ષથી લૂંલી – લંગડી, અશક્ત બિમાર ગાયોની સેવા ખૂબ જ માવજત સાથે કરે છે. આ સંસ્થામાં અર્પણ કરેલું અનુદાન ગૌસેવા કાજે જ વપરાય છે. આ પ્રસંગે ઉપસ્થિત રહેવા તમામ નગરજનોએ જાહેર નિમંત્રણ શ્રી કૃષ્ણ ગૌશાળા દ્વારા પાઠવવામાં આવેલ છે.

Follow Me:

Related Posts