fbpx
અમરેલી

સાવરકુંડલા ખાતે દેવળા વિસ્તારમાં શામજીબાપુ શાક માર્કેટ ચાલુ કરાઈ.રોડ ઉપરની ટ્રાફિક સમસ્યા દૂર થઈ.આજરોજ ગુરૂવારે દેવળા ગેઇટ આતે આવેલી શાકમાર્કેટનો શુભારંભ થયો. 

સાવરકુંડલા ખાતે કુંડલા વિભાગમાં દેવળા ગેટ પાસે વર્ષો પહેલા નગરપાલિકા દ્વારા શામજીબાપુ શાકમાર્કેટ બાંધવામાં આવી હતી. તેમ છતાં શાકભાજી વેચવાવાળા રોડ ઉપર જ પાથરણા પાથરી શાકભાજી વેચતાં હતા જેના કારણે રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવા સમાન બની હતી.. વળી રોડ ઉપર જ શાકભાજી વેચનાર બેઠાં હોય એટલે પશુઓનો ત્રાસ પણ થાય એ સ્વાભાવિક છે. વળી આ વિસ્તારમાં જ એલપીજી ગેસ બુકીંગની ઓફિસ આવેલ હોય એટલે લોકોનો ધસારો પણ આ વિસ્તારમાં હોય એ સ્વાભાવિક છે.

આમ ટ્રાફિકનો પ્રશ્ર્ન પણ ઉપસ્થિત થતો એ વાતને પણ નકારી શકાય નહીં. વળી રોડ પર શાકભાજી વેચતા લોકો પણ ખુલ્લામાં ટાઢ તડકો વરસાદ પાણી તથા પશુઓનો ત્રાસ પણ સહન કરતાં. આ તમા પ્રશ્રનોને હલ કરવા હાલના નગરપાલિકાના સત્તાધીશો દ્વારા સતત ચિંતન થયાં બાદ આ માટે વર્ષો પહેલા બાંધવામાં આવેલી શામજીબાપુ શાકમાર્કેટ સાફસૂફ કરાવી શાક માર્કેટમાં આવેલા ૩૬ થડાઓ રોડ ઉપર બેસતા શાકભાજીના ફેરીયાઓને ફાળવી આજે ગુરુવારથી શાક માર્કેટ શરૂ કરાવતા જાહેર રોડ ઉપર વેચાતા શાકભાજી બંધ થયા છે. અને એ સંદર્ભે આજરોજ સવારે નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિકભાઇ નાકરાણી, ચેરમેન અશોકભાઈ ચૌહાણ વગેરે  પદાધિકારીઓએ રૂબરૂ સ્થળ ઉપર આવી શામજીબપુ શાકમાર્કેટ શરૂ કરાવી દીધી છે. શાક માર્કેટ શરૂ થતા રોડ ઉપરની ટ્રાફિક સમસ્યા હળવી  થઈ ગઈ છે અને શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

વળી આ શાકમાર્કેટ શરૂ થતાં આ શાકમાર્કેટ આસપાસ થતી ગંદકીનો પ્રશ્ર્ન પણ હલ થશે તેમજ શાકભાજી ખરીદવા આવતાં લોકોને પણ એક વ્યવસ્થિત સ્થળે શાકભાજી ખરીદવાની તક મળશે. આ સંદર્ભે સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ મેહૂલભાઇ ત્રિવેદી તથા તેની સમગ્ર ટીમ આ માર્કેટમાં લાઈટ પાણીની તથા શાકભાજી સ્ટોરેજ માટે યોગ્ય વ્યવસ્થા કરવા માટે આયોજન કરી રહી છે અને ખૂબ જ નજીકના ભવિષ્યમાં એ તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવા પ્રયત્નશીલ છે… હાલ તો શાકભાજી વેચતા લોકોને રાહત દરે પોતાના થડા મળે એ માટે પણ ચિંતિત છે. આમ આ શાકમાર્કેટ શરૂ થતાં લોકો અને શાકભાજી વેચનાર બંનેને ફાયદો થાય એવી પરિસ્થિતિ જોવા મળે છે. અને વર્ષોના અણઉકેલ પ્રશ્ર્નનો હાલ તો ઉકેલ લાવવા બદલ નગરપાલિકાનું સહ્રદયી વલણ અને શાકભાજી વેચનાર લોકોના સહકારને પણ લોકોએ બિરદાવી આ શાકમાર્કેટ ધમધમતી જ રહે  એવું સાવરકુંડલાના શહેરીજનો ઈચ્છે છે.

Follow Me:

Related Posts