સાવરકુંડલા ખાતે પર્યાવરણીય ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિઓ કરતાં શ્રાઈક નેચર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે રોપા વિતરણ કરવામાં આવ્યું

સાવરકુંડલા ખાતે વિવિધ પર્યાવરણને લગતી પ્રવૃત્તિઓ કરતા શ્રાઈક નેચર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ ૨૩/ ૭/૨૩ ને રવિવારના રોજ ખાદીકાર્યાલય વિસ્તારનાં ડો.આંબેડકર નગરનાં લોકો પોતાનાં ઘરે વિવિઘ પ્રકારનાં વૃક્ષ વાવી અને પ્રકૃતિનું જતન કરી શકે તેવા હેતુથી વિનામૂલ્યે રોપા વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. યોજાયેલા કાર્યક્રમમાં રોપાઓનું સામાજીક વનીકરણ રેન્જ સાવરકુંડલાનાં સહકારથી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યુ હતું.આ કાર્યક્રમમા ટ્રસ્ટના સભ્યો દિપક બગડા,જીતેન હેલૈયા,વિંઝુડા રોહિત,રાઠોડ પિયુષ, વિંઝુડા અભિનવ,ભેડા કમલેશ, દિપક મારું,વિંઝુડા જીતુ,રાઠોડ અનિલ ઉપસ્થિત રહ્યા હતા. શ્રાઈક નેચર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઘાયલ પશુ –પક્ષીની સારવાર કરવામા આવે છે અને ખાસ દર વર્ષે ઉતરાયણ મા “ઘાયલ પશુ –પક્ષી બચાવો અભિયાન” અંતર્ગત ઘાયલ પશુ –પક્ષી માટે સાવરકુંડ્લા તાલુકામાં એમ્બુલન્સ સેવા શરુ કરવામાં આવે છે.
Recent Comments