fbpx
અમરેલી

સાવરકુંડલા ખાતે પૂજ્ય બજરંગદાસ બાપાની૪૭મી પુણ્યતિથિની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી.

બાપા સીતારામ તરીકે વિખ્યાત એવા બગદાણા વાળા સંત શ્રી બજરંગદાસ બાપાની ૪૭મી પુણ્યતિથિ ની ગામો ગામ ઉજવણી થાય છે ત્યારે સાવરકુંડલામાં ૫ણ પારેવા ઘર પાસે બાપા સીતારામના નવનિર્મિત મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પુણ્યતિથિની ઉજવણી આસ્થાભેર કરવામાં આવી. આ ઉજવણી બજરંગદાસ ગૌ સેવા સમિતિ દ્વારા કરવામાં આવી હતી. અબાલ-વૃધ્ધ જેને પણ બાપા પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ છે તેવી ધર્મપ્રેમી જનતા અને નાના ભૂલકાઓને મહાપ્રસાદ આપ્યો હતો. સાથો સાથ બજરંગદાસ બાપાનું પૂજન અર્ચન અને ગાય માતાને ૨૦૦ કિલો લાપસી આપવામાં આવી હતી. બજરંગદાસ બાપાની આ ૪૭ પુણ્યતિથિની સંધ્યાએ હનુમાન ચાલીસા ના પાઠ અને ધાર્મિક ઉત્સવ ઉજવાયા હતા. આ તકે સમગ્ર સાવરકુંડલા શહેર માંથી મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts