સાવરકુંડલા ખાતે ભગતસિંહ યુવા ગ્રુપ દ્વારા દેશભક્તિ ગીત અને ભારતના વીર સપૂતોની અમરગાથા કાર્યક્રમ યોજાયો
તા. ૨૩ માર્ચ ના રોજ સાવરકુંડલા ખાતે ભગતસિંહ યુવા ગ્રુપ દ્વારા એક શામ શહિદો કે નામ અંતર્ગત વીર શહિદ વીરોની ગાથા ના કાર્યકમ માં પ્રસિદ્ધ લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને મનસુખ વસોયા, રેખાબેન વાળા સહિતના કલાકારોએ આઝાદ ભારતના શહીદોની કથા વર્ણવીને રઢિયાળી રાત ને ચાર ચાંદ લગાવ્યા હતા. દેવાયત ખવડના દુહા છંદની રમઝટમાં ચલણી નોટોના વરસાદ સાથે ડોલર નો પણ વરસાદ કરવામાં આવ્યો હતો.
ભારત દેશની આઝાદી માટે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુની કુરબાની ને યાદ કરી દેશપ્રેમની ભાવનાઓ ઉજાગર કરવાનો કાર્યક્રમ સાવરકુંડલા ખાતે ભગતસિંહ યુવા ગ્રુપ દ્વારા દેવળા ગેટ ખાતે યોજવામાં આવેલ હતો. જેમાં પ્રસિદ્ધ લોક સાહિત્યકાર દેવાયત ખવડ ને સંભાળવા માટે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી અને જંગી જનમેદની વચ્ચે દેવાયત ખવડ દ્વારા દુહા-છંદની રમઝટ બોલાવતા જોગીદાસ ખુમાણ ની ધરતીના છોરુઓએ ચલણી નોટો નો વરસાદ દેવાયત ખવડ પર કર્યો હતો સાથો સાથ ડોલર પણ દેવાયત ખવડ પર ઉડાડીને કલારસિકો એ ચલણી નોટ સાથે ડોલર ઉડાડયા હતા.
જ્યારે દેવાયત ખવડ નો સાવરકુંડલા શહેરમાં પ્રથમ કાર્યક્રમ હોય ત્યારે ૬૦ મનોરોગી દીકરીઓના આશ્રયસ્થાન ગણાતા માનવ મંદિર ખાતે પૂજ્ય ભક્તિબાપુ ના આંગણે દેવાયત ખવડ પહોચ્યા હતા અને ભક્તિબાપુની દીકરીઓ પ્રત્યેની લાગણીઓની સરાહના કરી શહિદ ગાથા કાર્યક્રમમાં ગયા હતા અને ભક્તિબાપુની પ્રશંસા કરી રાજીપો વ્યક્ત કર્યો હતો.
Recent Comments