fbpx
અમરેલી

સાવરકુંડલા ખાતે ભવ્યતાથી ઉજવાયો… વિશ્વ સિંહ દિવસ…બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ભાઇઓ-બહેનો રેલીમાં જોડાયા…

વિશ્વ સિંહ દિવસ દર વર્ષે ૧૦ ઓગસ્ટના રોજ ઉજવાય છે. આ દિવસ જંગલના રાજા ગણાતા સિંહને સમર્પિત દિવસ છે અને તેનો હેતુ સુંદર અને મોટી બિલાડીઓની પ્રજાતિઓ વિશે જાગૃતિ લાવવાનો છે. વિશ્વ સિંહ દિવસ તેમની વિશે જાગૃતિ લાવવા અને તેના જતન-રક્ષણને પ્રોત્સાહન આપવા માટે ઉજવાય છે.  સાવરકુંડલા ખાતે જે.વી. મોદી હાઇસ્કૂલ ના પાછળના ગ્રાઉન્ડમાં સાવરકુંડલાની મોટાભાગની શાળાના વિદ્યાર્થી ભાઈઓ-બહેનોની વિશાળ ઉપસ્થિતિ તેમજ ફોરેસ્ટ વિભાગના અધિકારી તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય થી કરવામાં આવી હતી. જેમાં સાવરકુંડલા ના આર.એફ.ઓ. પ્રતાપભાઇ ચાંદુ, રાઉન્ડ ફોરેસ્ટર યાસીનભાઈ જુણેજા, મિતિયાળા ફોરેસ્ટર પી.વી. ચાવડા તથા સાવરકુંડલા ડી.વાય.એસ.પી. હરેશ વોરા, ટાઉન પી.આઈ. એસ. એમ. સોની દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ. ડી.વાય.એસ.પી. હરેશ વોરા તથા આર.એફ.ઓ. પ્રતાપભાઇ ચાંદુ, કાણકિયા કોલેજના પ્રિન્સીપાલ એસ.સી. રવિયા દ્વારા પ્રાસંગિક ઉદબોધન માં સિંહના મહત્વ વિશે અને તેના જતન-સંરક્ષણ કરવા બાબતે વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી.

કાર્યક્રમ સંપન્ન થયા બાદ સાવરકુંડલાની શાળાના વિદ્યાર્થી ભાઈઓ-બહેનોની વિશાળ રેલી નું આયોજન કરવામાં આવેલ. જે સાવરકુંડલા શહેરના મુખ્ય રસ્તાઓ પર પસાર થયેલ હતી. આ રેલીનો મુખ્ય હેતુ ગુજરાતના ગૌરવ સમા એશિયાટિક સિંહોના સંરક્ષણ નો હતો.અત્રે ઉલ્લેખનિય છે કે  વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવાની શરૂઆત વર્ષ ૨૦૧૩ માં કરવામાં આવી હતી. દુનિયાભરમાં ભારત દેશના ગુજરાતના ગીરના સિંહો પ્રખ્યાત છે. ગુજરાતનું ગીર જંગલ એશિયાટિક સિંહ નું એકમાત્ર નિવાસ સ્થાન છે.

Follow Me:

Related Posts