અમરેલી

સાવરકુંડલા ખાતે ભીમરાવ સંકલ્પ ગ્રુપ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૩ મી જન્મ જયંતિની નિમિત્તે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું.

સાવરકુંડલામાં આગામી ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૩ મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ભીમરાવ સંકલ્પ ગ્રુપ દ્વારા ભીમરમોત્સવનું આયોજન  કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ આઉટડોર અને ઈન્ડોર ગેમ્સમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ભાગ લીધો હતો. વિવિધ આઉટડોર ગેમ્સ અહીં આંખની હોસ્પિટલના ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ જેમાં સ્પર્ધકોએ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં હોંશભેર ભાગ લીધો હતો એમ મનીષભાઈ વિંઝુડાની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

Related Posts