fbpx
અમરેલી

સાવરકુંડલા ખાતે મહિલા સામખ્ય દ્વારા કાર્યક્રમ યોજાયો

સાવરકુંડલા બ્લોક હેલ્થ કચેરી ખાતે મહિલા સામખ્ય દ્વારા વેલ વિશર ગ્રુપનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં શિક્ષણ, કાયદાકીય, આરોગ્ય અને કુટુંબ સલાહની માહિતી આપવામાં આવી હતી.

મહિલા સામખ્ય અમરેલી શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં બ્લોક હેલ્થ ઓફિસ ખાતે વેલ વિશર ગ્રુપના કાર્યક્રમનું આયોજન મહિલા સામખ્ય અમરેલી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ૨૦ ભાઈઓ અને ૪૦ બહેનો સહભાગી થયા અને માર્ગદર્શન મેળવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા સંકલન અધિકારી દ્વારા મહિલા સામખ્યનો પરિચય તથા હેતુ સમજાવવામાં આવ્યો હતો. પરિવાર સાથે સારૂ જીવન જીવવા અંગે ચર્ચા કરી સલાહ આપવામાં આવી હતી. ભાઈઓ અને બહેનો સાથે મળીને તેમના કુટુંબ અને પરિવાર સાથે મળીને કામ કરશે, રહેણીકહેણી તેમજ આરોગ્ય પર બાળકોના ઉછેર સમાન રીતે કામ કરે, અને એક બીજાને સમજી શકે, સમાજના લોકો મદદરૂપ થાય તો એક સારી વિચાર શ્રેણી બને અને અત્યારના કોવીડ મહામારીના વાતાવરણમાં સુઝ થી બધા લોકો સલામત અને સ્વસ્થ રહી શકે, તેમ મહિલા સામખ્યના માળખાઓમાં સહકાર આપશે. ગ્રામ્યસ્તર ના કુટુંબોને આરોગ્ય કાર્ડ મળી રહે અન્ય કોઈપણ પ્રશ્ન હોય તો મહિલા સામખ્ય સાથે બેસીને ચર્ચા કરશે.

મહિલા સામખ્યની કામગીરી ઉમદા કામગીરી છે. આરોગ્ય વિષયક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સરકાર દ્વારા મળતા લાભો અંગે ચર્ચા કરવામાં આવી હતી. સ્ત્રી-પુરુષના સમાન અધિકારો વિશે વાત કરવામાં આવી, ઉપરાંત જિલ્લા સંકલન અધિકારી ઈલાબેન દ્વારા ભાઈઓ તથા બહેનો ને ગ્રામ્યસ્તરે શુભેચ્છક જૂથની કામગીરી અને મહત્વ વિશે જાણકારી આપવામાં આવી હતી. બ્લોક હેલ્થ ઓફીસ ખાતે ઉપસ્થિત ભાઈઓ અને બહેનોના હેલ્થ કાર્ડ કાઢવામાં આવ્યા હતા. સમગ્ર તાલુકામાંથી મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા માટે સાવરકુંડલા તાલુકાના સીઆરપી મકવાણા, કિરણબેન તથા જેઆરપી હેતલબેન દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

Follow Me:

Related Posts