fbpx
અમરેલી

સાવરકુંડલા ખાતે મોચી સમાજ ના આરાધ્ય સંત શિરોમણી પરમ પૂજ્ય લાલાબાપા ની 83 મી પુણ્યતિથિ ની ઉજવણી કરવામાં આવી.

સાવરકુંડલા મોચી જ્ઞાતિ વાડી ખાતે નિમિત્તે મોચી જ્ઞાતિ સમાજ ના આરાધ્ય સંત પ.પૂ. લાલાબાપા ની 83 મી પુણ્યતિથી મહોત્સવ ની સમસ્ત મોચી સમાજ ના ભાઈઓ બહેનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ તકે પૂજ્ય બાપા નું પૂજન, અર્ચન, ધ્વજારોહણ, ધૂન-ભજન-કીર્તન, સમૂહ જ્ઞાતિ ભોજન પ્રસાદ વગેરે ધાર્મિક કાર્યક્રમો ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે સામાજિક સંવાદ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો. જેમાં માનવ મંદિર પૂજ્ય ભક્તિરામ બાપુ, સાવરકુંડલા/લીલીયા વિધાનસભા નાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા સહિતના મહાનુભાવો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મોચી જ્ઞાતિ સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે માટે મોચી જ્ઞાતિ સમાજ દ્વારા દર વર્ષે પૂજ્ય લાલા બાપાની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવે છે. આ આયોજનને સફળ બનાવવા માટે મોચી જ્ઞાતિ સમાજના દાતાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts