અમરેલી

સાવરકુંડલા ખાતે રાષ્ટ્રીય શાયર  ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ નિમિતે  મેઘાણી કથા નો કાર્યક્રમ યોજાયો.

મુ. લલ્લુભાઈ શેઠ સ્થાપિત નૂતન કેળવણી મંડળ સંચાલિત વી.ડી.કાણકિયા આર્ટ્સ એન્ડ એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ તથા  વી.ડી.ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ – સાવરકુંડલા ના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય શાયર  ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિ ની ભવ્ય ઉજવણી ના ભાગરૂપે  તારીખ. ૨૮-૦૮-૨૦૨૩,સોમવારના રોજ તેમના જીવન-કથન સાહિત્ય પર આધારિત મેઘાણી કથા નું ભવ્ય આયોજન કરવામાં આવેલ.

આ કાર્યક્રમના પ્રારંભમાં નૂતન કેળવણી મંડળના પ્રમુખ ચંદ્રિકાબેન કામદાર/ઘેલાણી,મેનેજીંગ ટ્રસ્ટી જયંતિભાઈ વાટલીયા, કાર્યક્રમના મુખ્ય વક્તા શાંતિભાઈ રાણીંગા (નિવૃત પ્રોગ્રામ એક્ઝીક્યુટીવ, આકાશવાણી રેડિયો – રાજકોટ), પ્રતાપભાઈ ખુમાણ (સનરાઈઝ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી), ઇન્દુબેન ભરતભાઈ શાહ,કુ.અવનીબેન શાહ (ઘેલાણી પરિવાર), પ્રો.ડી.એલ.ચાવડા પ્રિન્સીપાલ (ઘેલાણી મહિલા કોલેજ) દ્વારા દીપ પ્રાગટ્ય કરી સરસ્વતી પૂજન કરવામાં આવ્યું હતું,ત્યારબાદ કોલેજના આચાર્ય પ્રિ.ડો.એસ.સી.રવિયા પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું અને ઉપસ્થિત તમામ મહેમાનો નું  પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ.આ કાર્યક્રમના મુખ્ય વક્તા શાંતિભાઈ રાણીંગા એ ઝવેરચંદ મેઘાણી ના જીવન – કવન – સાહિત્ય પર પોતાનું મનનીય વ્યાખ્યાન ખૂબ જ રસપ્રદ શૈલીમાં આપ્યું હતું  તથા ઝવેરચંદ મેઘાણી રચનાઓનું રસપાન કરાવ્યું હતું. ઝવેરચંદ મેઘાણીની સાહિત્યયાત્રા અને તેમના જીવનની મહત્વની ઘટનાઓ પર તેમણે વિદ્યાર્થીઓને રસ પડે તે રીતે પ્રકાશ પાડ્યો હતો.

આ કાર્યક્રમમાં નામાંકિત કલાકારો તથા વિદ્યાર્થીઓ દ્વારા ગીત સંગીત વૃંદ  સાથે મેઘાણીની રચનાઓ અલ્ટ્રા સાઉન્ડ સિસ્ટમ સાથે રજુ કરેલ તેમજ કાર્યક્રમના અંતે સમૂહ ગરબાનું આયોજન કરેલ જેમાં તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક જોડાઈ કાર્યક્રમને આનંદ-ઉલ્લાસથી ભરેલો બનાવેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કાણકીયા કોલેજના પ્રિ.ડો.એસ.સી.રવિયા  દ્વારા કરવામાં આવેલ તેમજ કાર્યક્રમના આયોજન અને કાર્યક્રમની સફળતા માટે  બંને કોલેજ ના સમગ્ર સ્ટાફ ગણે ભારે જહેમત ઉઠાવેલ.

Related Posts