fbpx
અમરેલી

સાવરકુંડલા ખાતે લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર હેઠળ ચાલતા આયુર્વેદિક વિભાગમાં લીચ થેરાપી (જલૌકાવચરણ) નો લોકાર્પણ કરવામાં આવ્યું.

વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઈ  શેઠ આરોગ્ય મંદિર ના નેજા હેઠળ સંધિ ચોક સાવરકુંડલા માં હોલીસ્ટિક હેલ્થ કેર સેન્ટર આવેલું છે. જેમાં હોમિયોપેથીક, આયુર્વેદિક, નેચરોપેથી તથા યોગના વિભાગ ફુલ ટાઈમ કાર્યરત છે. આજરોજ હોલિસ્ટિક સેન્ટરના આયુર્વેદિક વિભાગમાં લીચ થેરાપી (જલૌકાવચરણ) નો લોકાર્પણ કરવામાં આવ્યું.

આયુર્વેદિક શાસ્ત્રમાં પંચકર્મ સંશોધન ચિકિત્સા એ એક ખૂબ અસરકારક સારવારની પદ્ધતિ છે. પંચકર્મ ની સારવાર પદ્ધતિની વાત કરીએ તો તેમાં ૧.વમન ૨.વિરેચન ૩.નસ્ય ૪.બસ્તી તથા ૫.રક્તમોક્ષણ નામની પાંચ સારવાર પદ્ધતિ છે. જેમાંથી રક્તમોક્ષણ બે વિભાગમાં વહેંચાયેલું છે જેમાં શસ્ત્ર યુક્ત અને અનુશસ્ત્રયુક્ત નો શમાવેશ થાય છે.જેમાંથી અનુશસ્ત્રયુક્ત નું એક ભાગ એ લીચ થેરાપી છે.

લીચ થેરાપીમાં મૂળભૂત રીતે જળો જેને લીઝ કહેવાય છે તેનાથી આપણા શરીરનું અશુદ્ધ લોહી ખેંચી લેવામાં આવે છે.આ થેરાપીમાં જુદા જુદા ચામડીના રોગો જેવા કે ખરજવું,દાદર, ખાજ ,માથામાં ટાલ પડી જવી, ઉંદરી થઈ જવી, મોઢા પર ખીલ,વેરીકોઝ વેન(પગ ની નસો ફૂલી જવી)જેવા રોગોની અક્સીર સારવાર થાય છે. જેના પરિણામ ખૂબ જ સારા હોય છે. ખૂબ સારી વાત એ છે કે આ પદ્ધતિ આડઅસર વગરની છે તથા આમાં કોઈ પણ જાતનો દુખાવો થતો નથી. તેવું આયુર્વેદિક વિભાગના વડા ડો. કોમલ કટારીયા ની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts