સાવરકુંડલા ખાતે લલ્લુભાઇ શેઠ આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ કેર શરૂ
પૂ. મોરારીબાપુના આશીર્વાદથી સાવરકુંડલામાં શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી લલ્લુબાપા આરોગ્ય મંદિર ખાતે કોવિડ19ના દર્દી માટે ફ્રિમાં સારવાર ચાલુ કરી ઉષામૈયાના હાથે રીબીન કાપી કોવિડ19ના દર્દીની સારવાર ચાલુ કરાવી અને આ સમયે ધારાસભ્ય પ્રતાપ દુધાતે પણ હાજરી આપી હતી.
આ ટ્રસ્ટ દ્વારા સાવરકુંડલામાં નિઃશુલ્ક દર્દીઓને સેવા આપે છે. જેથી સાવરકુંડલા તથા અમરેલી જીલ્લાના લોકો મોટી સંખ્યામાં સારવાર માટે આવે છે પણ આ મહારીમાં કોવિડ19 કેર સેન્ટર કન્યા છાત્રાલય સાવરકુંડલા ખાતે આજથી ચાલુ કરવામાં આવ્યું છે. જેથી કોરોનાના દર્દીઓ સારવાર લઇ શકે છે. ટુંક સમય પહેલા મોરારી બાપુએ જાહેરાત કરી હતી અને બાપુના આશીર્વાદના કારણે હવે પ્રાઇવેટ જેવી સુવિધા તેમજ એમ.ડી. ડોકટર સાથે નિઃશુલ્ક સારવાર કોરોનાની આ હોસ્પીટલમાં મળશે.
આસમયે ઉષામૈયા દ્વારા રીબીન કાપી અને હોસ્પીટલમાં સારવાર ચાલુ કરી હતી. આ સમયે ધારાસભ્ય પ્રતાપ દુધાત, પૂર્વ જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ હાર્દિકભાઈ કાનાણી, ડો.કાનાબાર, ભરતભાઈ જોષી, ડો. અરવિંદ શર્મા (એમ.ડી.), ડો. સાગર, બાઘાભાઈ સૂચક, દિનેશભાઈ લાડવા, મહેશભાઈ જયાણી, હિતેશભાઈ સરૈયા, રાજુભાઈ નાગ્રેચા, અશોકભાઈ ખુમાણ, પ્રવીણભાઈ સાવજ, જતીનભાઈ સૂચક તથા હોસ્પીટલમાં સ્ટાફ અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા.
Recent Comments