સાવરકુંડલા ખાતે લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલા તથા ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારાજાપાનીઝ ટેક્નોલોજીથી રાહત દરે ફુલ બોડી ચેકઅપ કેમ્પ યોજાયો.
લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા તથા ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારા ડો. પીપલીયા ની હોસ્પિટલ ખાતે ફુલબોડી ચેકઅપ કેમ્યો યોજાયો હતો… હાલના સમયમાં મોટાભાગના લોકોને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ હોય છે ત્યારે હાલની તેમજ ભવિષ્યમાં આવનારી બીમારી સામે અત્યાર થી જ સાવચેત થઇ શકાય તે માટે જાપાનીઝ ટેક્નોલોજી મશીન દ્વારા ફુલ બોડી ચેકઅપ નું આયોજન કરવામાં આવેલ. આધુનિક મશીન દ્વારા લોહી લીધા વિના ફુલ બોડી ચેકઅપ કરવામાં આવેલ. આ કેમ્પમાં કુલ ૮૫ જેટલા લોકોએ લાભ લીધેલ હતો. આ કેમ્પનું દિપ પ્રાગટ્ય ડો. જે. બી. વડેરા તથા મેહુલભાઈ વ્યાસ, લાયન્સ પ્રેસિડેન્ટ કમલ શેલાર તેમજ લાયન્સ ક્લબના તમામ મેમ્બર્સ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. લાયન્સ ક્લબ તથા ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારા અવારનવાર આવા અનેક પ્રકારના સેવાકીય કાર્યો કરવામાં આવેલ છે.
Recent Comments