અમરેલી

સાવરકુંડલા ખાતે લાયન્સ કલબ અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના દ્વારા ટી. બી પેશન્ટ ન્યુટ્રીશન કીટનું વિતરણ કરવામાં આવશે.

સાવરકુંડલા ખાતે કાર્યરત લાયન્સ ક્લબ અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ટી. બી. પેશન્ટ ન્યુટ્રીશન કીટનું વિતરણ તારીખ ૧૮ એપ્રિલ ગુરૂવારે પટેલ વાડી વજલપરા ખાતે સવારે ૯ થી ૧૦ દરમિયાન વિતરણ કરવામાં આવશે જેમાં સાવરકુંડલાના ડો. મીના સાહેબ – તાલુકા હેલ્થ ઓફિસર, સંજયભાઈ મહેતા – તાલુકા સુપરવાઇઝર, હિતેશભાઇ નિમ્બાર્ક, વિજયભાઈ ઉપાધ્યાય અને દિનેશભાઈ ખુમાણ વગેરે ઉપસ્થિત રહેશે.લાયન્સ કલબ ઓફ સાવરકુંડલાના આ પ્રોજેક્ટના ચેરમેન તરીકે લાયન મેહુલભાઈ વ્યાસ, લાયન ચિરાગ વિરાણી તેમજ લાયન નિલેશ બાર સેવા બજાવી રહ્યા છે. તેમ લાયન્સ કલબ ઓફ સાવરકુંડલાના પ્રમુખ કમલ લાયન શેલારની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

Related Posts