સાવરકુંડલા ખાતે વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણિ આરોપણ કેમ્પ ભવ્ય આયોજન.
તારીખ 24/08/2023 ને ગુરુવારે સદ્દગુરૂ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ – સાવરકુંડલા અને લાયન્સ ક્લબ ઓફ અમરેલી સીટી તથા નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદર્શન નેત્રાલય હોસ્પિટલ સંચાલીત અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણિ આરોપણ કેમ્પ ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પ આંખો ના રોગ થી પીડાતા દર્દીનારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યું હતું. આ કેમ્પ ની અંદર ઓ.પી.ડી. માં 101 દર્દીઓએ લાભ લીધો હતો. અને તેમજ મોતિયા ના ઓપરેશન માટે 34 દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પનુ દિપ પ્રાગટય કબીર ટેકરી ના મહંત નારાયણ સાહેબ, લાયન્સ ક્લબ ઓફ અમરેલી સીટી માંથી સાહસ ભાઈ ઉપાધ્યાય તથા રૂજુલ ભાઈ ગોંડલીયા, વિમલભાઈ રામદેવપુત્રા, સામાજિક સેવા સંસ્થાન બચુભાઈ જીવરાજભાઈ સ્મારક ટ્રસ્ટ ના ટ્રસ્ટી વિશાલભાઇ વ્યાસ, જગદીશભાઈ જેઠવા, જીતેનભાઈ હેલૈયા, મેહુલભાઈ ત્રિવેદી તથા પટેલ બેટરી વાળા વિઠ્ઠલભાઈ, સુદર્શન નેત્રાલય ના કર્મચારી નિલેષભાઈ ભીલ, હિંમતભાઈ કાછડીયા તથા કબીર ટેકરી ના સ્વયંસેવકો વગેરે સેવા આપી હતી… આ કેમ્પ દર મહિનાના ચોથા ગુરુવારે છેલ્લા 11 વર્ષથી યોજાય છે…
Recent Comments