શક્તિ આરાધના પર્વ નવરાત્રિના પ્રથમ નોરતે તારીખ ૧૫/૧૦/૨૦૨૩, રવિવારે સાંજે ૪ થી ૬ કલાકે રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ મંદિર, સાવરકુંડલા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ , દુર્ગા વાહિની તથા માતૃશક્તિ સાવરકુંડલા દ્વારા દુર્ગા પૂજન , શસ્ત્રપુજન તથા પારંપરિક રાસ ગરબા નું આયોજન કરેલ છે. આ કાર્યક્રમ માં નાની બાલિકા ઓ ને નવદુર્ગા ની વેશભૂષા ધારણ કરાવી દુર્ગા પૂજા કરવામાં આવશે તેમજ બહેનો દ્વારા પ્રાચીન અને અર્વાચીન રાસ ગરબાનું આયોજન કરવામાં આવશે. જેમાં પ્રથમ , દ્વિતીય , તૃતીય ક્રમે આવનાર ને આશીર્વાદ સ્વરૂપ ઇનામો આપવામાં આવશે દરેક દીકરી જે નવદુર્ગા સ્વરૂપ ધારણ કરનાર છે તેને પણ ઇનામો આપવામાં આવશે.
સાવરકુંડલા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગા વાહિની તથા માતૃશક્તિ દ્વારા દુર્ગા પૂજન, શસ્ત્રપુજન તથા પારંપરિક રાસ ગરબા નું આયોજન

Recent Comments