અમરેલી

સાવરકુંડલા ખાતે શાળા નંબર એકના ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓ વિશ્ર્વ કર્મા ફર્નિચરની મુલાકાતે

આજરોજ પે સેન્ટર શાળા નંબર એક સાવરકુંડલાના ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર ટેન ડેઈઝ બેગલેસ  કાર્યક્રમ અંતર્ગત સુથારી કામ માટે વિશ્વકર્મા ફર્નિચરની મુલાકાત કરાવવામાં આવી. વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે વ્યાવસાયિક તાલીમ પણ મળે તે માટે વિદ્યાર્થીઓએ સુથારીકામનો પ્રત્યક્ષ અનુભવ પણ લીધો. સુથારી કામ માટેના વિવિધ ઓજરોનો પરિચય મેળવ્યો તેમજ તેમજ પ્રત્યેક ઓજારની અગત્યતા અને વિશેષતા વિશે સમજ મેળવી.વિદ્યાર્થીઓએ સુંદર ચર્ચા કરી.કુતૂહલતા સંતોષવા માટે પ્રશ્નોતરી પણ કરી. શાળાના શિક્ષક શ્રીશિલ્પાબેન દેસાઈ તેમજ વૈશાલીબેન ઉનડકટ વિશ્વકર્મા ફર્નિચરનો વિદ્યાર્થીઓને ખુબ સરસ માર્ગદર્શન આપવા બદલ આભાર વ્યક્ત કરેલ.

Related Posts