સાવરકુંડલામાં શ્રી મહાપ્રભુજીની બેઠકજી ખાતે ૧૦૮ શ્રી વિઠ્ઠલેશરાયજી મહારાજશ્રી (પૂ. વિઠ્ઠબાવાશ્રી)નો ૧૦૬મો પ્રાગટય દિન ઉત્સવમાં અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી રાજુભાઈ શીંગાળાના આમંત્રણને માન આપીને ઉપસ્થિત સાવરકુંડલાના મામલતદાર શ્રી પ્રદીપસિંહ ગોહિલ, સાવરકુંડલા ટાઉન પી. આઈ. શ્રી સોની સાહેબ, તથા સમગ્ર સ્ટાફ અને નાયબ મામલતદાર એન. ડી જોશી, શ્રી રજનીભાઈ મહેતા, અને ડી. કે ભીમાણી સહિત સાવરકુંડલા મહાપ્રભુજીની બેઠકજીના મુખ્યાજી દ્વારા તમામને ઉપરણાં પહેરાવીને સમગ્ર ટ્રસ્ટીગણની ઉપસ્થિતિમાં સંન્માનિત કરવામાં આવ્યા હતાં. અને સંસ્થાનાં ટ્રસ્ટી મંડળના વિજયભાઈ વસાણીએ સાવરકુંડલાની મહાપ્રભુજી બેઠકજી વિશે ઉપસ્થિત તમામને માહિતગાર કરાયા હતાં અને મોટી સંખ્યામાં વૈષ્ણવોએ મહાપ્રસાદનો લ્હાવો લઈને ધન્યતા અનુભવી હતી.
સાવરકુંડલા ખાતે શ્રી મહાપ્રભુજી બેઠકજી ખાતે વિઠ્ઠલેશરાયજી મહારાજશ્રીનો ૧૦૬ મો પ્રાગટ્ય દિન ઉજવાયો.

Recent Comments