સાવરકુંડલા ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં ગીતાજયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી

સાવરકુંડલા શહેરમાં આવેલ શિક્ષણ, સંસ્કાર, શિસ્ત, સેવા અને ચારિત્ર્ય ઘડતરના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આજરોજ તારીખ ૨૩-૧૨-૨૩ અને શનિવારે ભારતીય સનાતન સંસ્કૃતિની ધરોહર સમા ગ્રંથરાજ શ્રી ભાગવત ગીતાની જન્મ જયંતિ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના સંતો શિક્ષકો વિદ્યાર્થી મિત્રોએ ભવ્યાતિભવ્ય ગીતા જયંતિની ઉજવણી કરી તથા ગીતા જયંતિ અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની અંદર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલાના વડા શાસ્ત્રી સ્વામી ભગવતપ્રસાદદાસજી તથા પ્રમુખ શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદદાસજી તેમજ કોઠારી સ્વામી અક્ષર મુક્ત દાસજી અને અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને ગીતા જયંતી નિમિત્તે બાળકો તથા સમાજને હિન્દુ સનાતન સંસ્કૃતિના ઉત્કર્ષ માટેનું પ્રેરણાદાયક પ્રવચન આપી અને શ્રીમદ ભાગવત ગીતાનું ભવ્યાતિભવ્ય પૂજન કર્યું હતું
Recent Comments