સાવરકુંડલા ખાતે સાયન્સ એક્ઝિબિશન યોજવામાં આવ્યું
સાવરકુંડલા ખાતે શ્રી એમ. એલ. શેઠ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના ધોરણ ૩ થી ૮ ના વિદ્યાર્થીઓ દ્વારા સાયન્સ એક્ઝિબિશન યોજવામાં આવ્યું.
કહેવાય છે ને કે વાંચેલું થોડા સમય માટે યાદ રહે, જોયેલું વધુ સમય યાદ રહે છે અને જાતે કરેલું કાર્ય લાંબા સમય સુધી યાદ રહે છે. આવી જ રીતે બાળકો વિજ્ઞાન વાંચવાની સાથે સાથે વિજ્ઞાન જાતે અનુભવે અને મોડલ બનાવે તો તે લાંબા સમય સુધી યાદ રહે છે. આવા જ ઉમદા હેતુ સાથે સાવરકુંડલાની શ્રી એમ.એલ.શેઠ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના ધોરણ ત્રણ થી આઠ ના વિદ્યાર્થીઓએ સુંદર સાયન્સ એક્ઝિબિશન કરેલ. આ પ્રદર્શનમાં વિજ્ઞાનના વિવિધ મોડલ જેવા કે હાઈડ્રો ઇલેક્ટ્રોસિટી, મૂન ફેઝ, ગ્રીન હાઉસ ઇફેક્ટ, રેન એલર્ટ, રેઇન વોટર કલેક્શન, થ્રીડી ઇફેક્ટ વગેરે જેવા ૩૦ કરતાં વધારે મોડલોનું પ્રદર્શન કરેલ.
આ પ્રદર્શન નિહાળવા સાવરકુંડલાની અન્ય શૈક્ષણિક સંસ્થાઓ ના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શાળા સંચાલકો અનુસાર આ પ્રદર્શનનો મુખ્ય હેતુ વિજ્ઞાનના પાસાઓના વિવિધ ઉપયોગથી થતા ફાયદાઓ વિશે જાગૃતિ લાવવાનો છે. બાળકોમાં પડેલી અદ્ભૂત શક્તિઓ ખીલવવા, વિકસાવવા તેમજ વિજ્ઞાન પ્રત્યે રસ ઉત્પન્ન થાય અને ઇનોવેટીવ વિચારોનું આદાન-પ્રદાન થાય તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન માટે શાળા વ્યવસ્થાપક મંડળ, તમામ શિક્ષિકા બહેનો તેમજ વાલીઓએ સહયોગ આપેલ હતો.
Recent Comments