સાવરકુંડલા શહેરમાં શનિવાર તારીખ ૭ મે ના રોજ મહુવા રોડ ખાતે આવેલાં લોહાણા બોર્ડિંગમાં સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન સંમેલન યોજાયું. આ તકે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી. કે રૈયાણી, અમરેલી ધારાસભ્ય શ્રી પરેશભાઈ ધાનાણી, સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય પ્રતાપ દુધાત, કોંગ્રેસ અગ્રણી ચંદ્રેશભાઈ રવાણી, પૂર્વ ધારાસભ્ય ધીરૂભાઇ દુધવાળા, હસુભાઈ બગડા, હસુભાઈ સૂચક, કનુભાઈ ડોડીયા, વિપુલભાઈ ઉનાવા, હિતેશભાઈ, ઈકબાલભાઈ ગોરી, કિરીટભાઈ દવે, નાસીરભાઈ ચૌહાણ મનુભાઈ ડાવરા, વલ્લભભાઈ જંજુવાડિયા, બાઘાભાઈ સૂચક, સમેત અનેક કોંગ્રેસી કાર્યકરો અને આગેવાનોની હાજરીમાં આ સંમેલનનો પ્રારંભ થયો હતો. ખૂબ જ જુસ્સા સાથે પ્રવર્તમાન રાજકીય સ્થિતિની સમીક્ષા કરી ખૂબ આકરી ભાષામાં સરકારની રીતીનિતીઓ સામે રોષ ઠાલવવામાં આવ્યો. આ તકે રાજકીય ક્ષેત્રના ભીષ્મ પિતામહ સમાન સ્વ. નવીનચંદ્રભાઈ રવાણીને સમારંભમાં ઉપસ્થિત તમામ કાર્યકરો ઊભા થઈને બે મૌન પાળીને હાર્દિક શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. અને તેમણે ચિંધેલાં માર્ગ પર ચાલી સમાજસેવાનો પથ કંડારવાનો સંકલ્પ પણ કરેલ આ પ્રસંગે કોંગ્રેસના તમામ વક્તાઓએ સાંપ્રત રાજકીય પરિસ્થિતિનો ચિતાર આપી ફરી કોંગ્રેસ પક્ષને મજબૂતી સાથે લોકપ્રશ્નનો હલ કરવા કમર કસવાનો નિર્ણય કરેલ
અંતમા નવનિયુક્ત હોદ્દેદારોનું સંન્માન સાથે કાર્યકરોએ ૨૪ સપ્તાહમાં ૨૪ સમસ્યાનાં મુદ્દા લોકો સમક્ષ મૂકી ઘર ઘર સુધી કોંગ્રેસ પક્ષનો સંદેશ પહોંચાડવા આહ્વાન કરેલ
અંતમાં તમામ કાર્યકરો અને આગેવાનોનો આભાર માનવામાં આવેલ સમારંભને અંતે ઉપસ્થિત તમામે ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો.
આમ ફરી પાછો લોકોમાં કોંગ્રેસ પક્ષનો લોકજુવાળ પ્રબળ કરવા પણ સંકલ્પ લેવાયો
Recent Comments