fbpx
અમરેલી

સાવરકુંડલા ખાતે સેવાની પ્રવૃતિની સુવાસ એટલે શ્રી સતનામ ઓધવ ગૌશાળા સેવા 

સાવરકુંડલા,ખાતે તપસ્વી શ્રી રામપ્રતાપ સાહેબ ગુરુ ૧૦૮ મંહતશ્રી બિહારીસાહેબના આશીર્વાદથી ગૌ-સેવાની શરૂઆત કરવામાં આવી હતી.સદગુરુ કબીરસાહેબ સેવા ટ્રસ્ટ કબીર ટેકરી સાવરકુંડલા સંચાલિત સદગુરુ મંહતથી બિહારીસાહેબની ચતુર્થી તિથિ પ્રસંગે સંતશ્રી વાલરામ મહરાજની પાવન સ્મૃતિમાં શ્રી સતનામ ઓધવ ગૌશાળા બનાવવામાં આવી હતી. કબીરટેકરી ગૌ-સેવાનો પ્રારંભ કરવાનો હેતુ જે અશક્ત, બિમાર અને રોગથી પિડીત હોય તેવી ગાયમાતાની સેવા કરવાનો છે.ભારતીય સંસ્કૃતિમાં ગાયમાતાનું અનેક ગણું મહત્વ દર્શાવવામાં આવ્યું છે.ગાયમાતામાં દેવતાઓનો વાસ છે માટે ગાયમાતા વંદનીય અને પૂજનીય છે પ્રવર્તમાન સમયમાં ગાય વિશેની વિશેષ જાગૃતતા જોવા મળે છે. કબીર ટેકરી ગૌશાળામાં અંદાજે ૨૦ જેટલા પશુઓ છે અને પશુઓને લગભગ ૧૫ થી ૨૦ મણ જેટલો ઘાસચારો આપવામાં આવે છે.શિયાળો ઉનાળો અને ચોમાસા દરિમયાન ગૌશાળામાં પશુઓને રાખવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. વૈજ્ઞાનિક પ્રયોગો ઉપરથી પણ સાબિત થયું છે કે, ગાયના શરીરની દરેક વસ્તુ માનવજીવનને એક યા બીજી રીતે ઉપયોગી છે. સાવરકુંડલા કબીર ટેકરી શ્રી સતનામ ઓધવ ગૌશાળાનું દુધ વેપાર માટે વહેંચવાનાં બદલે દૂધમાંથી ઘી બનાવીને કે.કે.હોસ્પીટલની પ્રસુતા બહેનોને માટે સુખડી અને શીરો બનાવીને પહોંચાડવમાં આવે છે.આ ઉપરાંત ગૌશાળાના દૂધ અને છાશનો ઉપયોગ શ્રી નિર્મળ સાહેબ ટિફિન સેવા અને દર્દીનારાયણ તથા ગરીબ વર્ગના જરૂરીયાતમંદ લોકોને વિનામૂલ્યે આપી ગૌસેવાની સાથે દર્દીનારાયણની સેવા સંચાલકો અને સેવકગણની મદદથી કરવામાં આવે છે. સદગુરુ કબીરસાહેબ સેવા ટ્રસ્ટ ધ્વારા ઈ.સ.૨૦૦૩માં અવેડો બનાવવામાં આવ્યો હતો. જેનો મુખ્ય ઉદેશ રખડતાં-ભટકતાં અબોલ એવા પશુઓને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે છે. શ્રી સતનામ ઓધવ ગૌશાળાની ગૌ-સેવા અને ગૌ-સવંધર્નની તમામ વ્યવસ્થાઓ મહંતશ્રી નારાયણ સાહેબ દ્વારા સુંદર રીતે કરવામાં આવે છે. 

—પ્રસ્તુતિ મનીષભાઈ બી વિંઝુડા. સાવરકુંડલા

Follow Me:

Related Posts