સાવરકુંડલા ખાતે કાળજાળ ગરમીને ધ્યાનમાં રાખી સેવાભાવી યુવાન અને પાલિકાનાં પ્રામાણિક સદસ્ય પ્રતિક નાકરાણી દ્વારા શનિવારના રોજ શહેરની મધ્યમાં શાકમાર્કેટ સામે સવારે ૧૦ થી ૧૨ સુધી મીઠી મધુરી અને ઠંડી છાશ નું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રતિક નાકરાણી હનુમાનજી મહારાજ માં અપાર શ્રધ્ધા ધરાવતાં હોય દર શનિવારે તેઓ દ્વારા ૧૨૦૦ લીટર જેટલી છાશ બનાવી અહીંથી પસાર થતાં રાહદારીઓને પ્રેમ ભાવ અને આગ્રહથી વિતરણ કરવામાં આવે છે. આ છાશ વિતરણનો અહીંથી પસાર થતાં અસંખ્ય લોકો લાભ લઇ રહ્યા છે. પ્રતિકભાઇની સેવા ભાવનાને ધ્યાનમાં રાખી આ સેવાકાર્યમાં સિગ્મા સ્કૂલ વાળા સુતરીયા ભાઈ અને નાના ભમોદ્રા વાળા જેન્તીભાઈ પટેલ તેમને મદદ કરતા દૃષ્ટિ ગોચર થાય છે.
સાવરકુંડલા ખાતે સેવાભાવી યુવાન પ્રતિક નાકરાણી દ્વારા છાશ વિતરણ

Recent Comments