fbpx
અમરેલી

સાવરકુંડલા ગામે એડવોકેટ હિંમતભાઈ બગડા, પિયુષભાઈ રાઠોડ, કે.ડી. વાળા, બી. ડી. રાઠોડ કમલેશભાઈ બગડા, વિજયભાઈ રાઠોડ સહિત અન્ય વકીલશ્રીઓ તથા જાગૃત નાગરિકો દ્વારા મણીપુર નારી સંન્માન હનન સંદર્ભે પ્રાંત કલેકટરશ્રીને આવેદનપત્ર આપ્યું

તારીખ ૨૧- ૭- ૨૦૨૩ ના રોજ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સાવરકુંડલા ગામે એડવોકેટ હિંમતભાઈ બગડા,પીયૂષભાઈ રાઠોડ, કે.ડી. વાળા,બી.ડી.રાઠોડ, કમલેશભાઈ બગડા, વિજય રાઠોડ સહિત અને અન્ય વકીલો તેમજ જાગૃત નાગરિકો દ્વારા પ્રાંત કલેકટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ જેમાં 

જેમાં  મણીપુર રાજ્યના કંગપોકપી જીલ્લાના ફલનોમ ગામે તા. ૪ મે ના રોજ દેશની આદિવાસી મહિલાઓને જાહેરમાં નગ્ન કરી જાહેરમાં પરેડ કરી જધન્ય અત્યાચાર દર્શાવતો  તારીખ ૧૯/૦૭/૨૦૨૩ના રોજ સમગ્ર દેશમાં વીડીઓ વાયરલ થયાની ઘટનાથી સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયેલ અને જેમાં આઝાદ ભારતના મણીપુર રાજયના કંગપોપી જીલ્લાના ફલનોમ ગામે તા. ૪ મે ના રોજ દેશની આદિવાસી મહિલાઓને જાહેરમાં નગ્ન કરી જાહેરમાં પરેડ કરી તેના સાથે    ખૂબ જ  હીનકક્ષાની હરકતો  કરવામાં આવી અને આ મહિલાઓ પૈકી એક મહિલાની ઉમર માત્ર ૨૧ વર્ષની હોય જેના ઉપર જાહેર ખેતરમાં લઈ જઈને ગેંગ રેપ કરવામાં આવ્યો અને આ સમયે મહિલાના ભાઈ તથા પિતાએ બહેનને બચાવવા જતા ભાઈની અને પિતાની હત્યા કરી નાખી હતી. આમ આ સમયે આપણાં દેશની આ બેટીઓ ઉપર શું વીત્યું હશે ? આઝાદ ભારતના ૭૫ માં અમૃત વર્ષમાં આપણી બહેન બેટીઓ સુરક્ષિત છે? આઝાદ ભારતમાં દેશની બેટીઓ અસુરક્ષિત હોવાની છાશવારે બનતી ઘટનાઓ હવે ન બને અને આ કામના જે આરોપીઓ છે એમને કડકમાં કડક સજા થાય એ માટે પ્રાંત કલેક્ટરશ્રીને પત્ર આપવામાં આવેલ એમ યોગેશ ઉનડકટની એક અખબારી યાદીમાં જણાવાયું હતું. 

Follow Me:

Related Posts