fbpx
અમરેલી

સાવરકુંડલા ગૌશાળા દ્વારા શહેરના નાગરિકો માટે ગીરગાયના શુધ્ધ દુધનો કોઈ પણ પ્રકારના કેમિકલ કે કૃત્રિમ ફ્લેવર વગરનો આઈસ્ક્રીમના વેચાણનો માનવમંદિરના પૂ ભક્તિરામબાપુ તેમજ શહેરના લબ્ધપ્રતિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં પ્રારંભ કર્યો.

આજરોજ સાવરકુંડલા શહેરમાં શ્રી સાવરકુંડલા ગૌશાળા દ્વારા શહેરના નાગરિકો માટે ગીરગાયના શુધ્ધ દુધનો કોઈ પણ પ્રકારના કેમિકલ કે કૃત્રિમ ફ્લેવર વગરનો સંપૂર્ણ શુધ્ધ અને સાત્વિક નેચરલ આઈસ્ક્રીમના  વેચાણનો પ્રારંભ સાવરકુંડલા માનવમંદિરના પૂ ભક્તિરામબાપુ તેમજ શહેરના લબ્ધપ્રતિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. આમ ગણીએ તો સાંપ્રત સમયમાં શુધ્ધ દૂધ કે દૂધની પ્રોડક્ટ મળવી એ ખરેખર દુર્લભ ગણાય છે. આજના ભેળસેળ તેમજ કેમિકલ પ્રિઝર્વેટીવ્ઝના યુગમાં શુધધતા એ તો જાણે સ્વપ્ન સમાન ગણાતી જતી હોય .એવા સમયે શ્રી સાવરકુંડલા ગૌશાળા પોતાના જ કેમ્પસની અંદર ગીરગાયના શુધ્ધ દૂધનો આઈસ્ક્રીમ બનાવી લોકોને સ્વાસ્થ્યપ્રદ કોઈ પણ કલર કે ફ્લેવર વગરનો સંપૂર્ણ નેચલર આઈસ્ક્રીમ  ઉપલબ્ધ કરાવવાનુ બીડું ઝડપ્યું છે એ પણ ખરેખર પ્રશંસનીય બાબત છે

ત્યારે સાવરકુંડલાના સુજ્ઞ નગરજનો આ ગૌશાળાના આઈસ્ક્રીમ પોતાના જન્મદિવસ કે શુભ પ્રસંગે ઉપયોગ કરીને ગૌશાળાને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદરૂપ પણ થશકાય આ પ્રસંગે ઉપસ્થિત ભરતભાઈ જોષી, મુકુંદભાઈ નાગ્રેચા, ગેડીયા સાહેબ, અશોકભાઈ અગ્રવાત, પ્રતીકભાઈ નાકરાણી સમેત તમામે આઈસ્ક્રીમની ક્વોલિટી સંદર્ભે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના એડમીન ડો. પ્રકાશ કટારિયા સમેત કર્મચારી ગણે ઉપસ્થિત તમામ મહેમાનોનું આઈસ્ક્રીમ સર્વ કરી સ્વાગત કર્યું હતું. આમ ગણીએ તો શહેરીજનો પણ આ શુધ્ધ અને પૌષ્ટિક આઈસ્ક્રીમનો ઉપયોગ કરીને ગૌશાળાના કાર્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ સહયોગ આપી ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન ગૌસેવાનો અમૂલ્ય લ્હાવો લઈ શકે છે

Follow Me:

Related Posts